હોમ પેજ / રેસિપી / ઓરોરા ડોલ સેન્ડવિચ

Photo of Aurora Doll Sandwich by Ankita Tahilramani at BetterButter
15
6
0.0(0)
0

ઓરોરા ડોલ સેન્ડવિચ

Jan-09-2019
Ankita Tahilramani
25 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓરોરા ડોલ સેન્ડવિચ રેસીપી વિશે

ઓરોરા સેન્ડવિચ રેગુલર સેન્ડવિચ નું એક નવું રૂપ છે.આ રેસિપી મે આપણાં દીપિકા રાણપરા દીદી ની રેસિપી માંથી શીખેલી છે.આમાં તમે મનપસંદ શાક અથવા ફ્ળ લઇ ને બનાવી શકો. આમાં જે ડોલ સ્ટીક વાપરી છે તેનુ નામ ડીઝની ની ઓરોરા પ્રિનસેસ છે, તે માટે રેસિપી નું નામ પણ આવું છે.તમારી પાર્ટી મા ચાર ચાંદ લગાવી જાય એવી આ રેસીપી જરૂર બનાઓ.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • ડીનર પાર્ટી
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 8 બ્રેડ નાં પીસ
 2. ટામેટા 2 નંગ
 3. ડુંગળી 2 નંગ
 4. કોબીજ 200ગ્રામ
 5. ચીઝ છીણેલું 2 વાટકી
 6. અમુલ બટર 1/2 વાટકી
 7. ટોમેટો કેચપ 1/2 વાટકી
 8. ચાટ મસાલા
 9. મિન્ટ માયોનીસ સ્પ્રેડ 1/2 વાટકી
 10. ગાજર સજાવટ માટે
 11. કાકડી સજાવટ માટે
 12. દાડમ 1/2 વાટકી સજાવટ માટે
 13. ઓરોરા ડોલ ની સ્ટીક અને છત્રી સજાવટ માટે
 14. ટુથ પીક

સૂચનાઓ

 1. સૌથી પેહલા બધી બ્રેડ પીસીસ ને વાટકા વળે ગોળ આકાર કાપો.
 2. હવે કાકડી નાં 2 ઇંચ જેવા ટુકડા કરી એમાંથી કૂલ બનાવો.
 3. ગાજર ને લાંબી છોલી ને એમાંથી ગોળ ગોળ આકાર આપી ફૂલ બનાવો.
 4. ડુંગળી,ટામેટા ને પાતળી અને ગોળ આકાર ની સમારો.
 5. કોબીજ ને એક દમ પાતળું અને નાનું સમારો અને દાડમ ને સાફ કરી તેનાં દાણા કાઢી રાખો એક વાટકા માં.
 6. ચીઝ ને છીણી ને રાખો.
 7. એક મોટા વાટકા મા ગ્રીન મિન્ટ માયોનીસ અને બટર ને મિક્સ કરી તેનો મિશ્રણ બનાવો.
 8. હવે એક બ્રેડ નો ગોળ આકાર નો પીસ લઇ તેનાં પર માયોનીસ અને બટર નો મિશ્રણ લગાવો.
 9. પછી તેનાં પર જીની સમારેલી કોબીજ મૂકો અને તેનાં પર ચાટ મસાલો છાટો.પાછી એક બ્રેડ પર તૈયાર મિશ્રણ લગાઓ અને તેનાં પર ગોઠવી દયો.
 10. હવે બીજા લેયર પર ડુંગળી ની ગોળ કાતરી મૂકો અને મસાલો છાટો ફરી આના ઉપર બ્રેડ પર મિશ્રણ લગાવી ને મૂકો.
 11. હવે ટામેટા ની ગોળ કાતરી સરખી ગોઠવો અને તેનાં પર મસાલો છાટો.હવે તેનાં પર બ્રેડ પર લગાવેલ મિશ્રણ મૂકો.
 12. આવી જ રીતે એક વાર ફરી રિપીટ કરો અને ટાવર બનાવો.
 13. સૌથી છેલલે બ્રેડ પર મિશ્રણ લગાવી ને ટાવર ને ઢાંકી દયો.
 14. હવે તૈયાર ટાવર ને ફરતા બટર અને મેયોનીઝ નો મિશ્રણ લગાવો.
 15. ત્યાર પછી ટોમેટો કેચપ લઇ આખા ટાવર ને ફરતે લગાડો.
 16. હવે છીણેલું ચીઝ લ્યો અને આ કેચપ પર લગાવતા જાઓ.
 17. હવે ટાવર ને ચારેય બાજુ એક એક તૂથ પીક લગાવી દયો જેથી કરી તે ટાવર મજબૂત ટકી રહે.
 18. હવે ઓરોરા ડોલ ની સ્ટીક લઈ ને ધીમે થી વચ્ચે નાખો. અને તેનાં પાસે નાની છત્રી સજાવો.
 19. હવે ડુંગળી ની કાતરી, ટામેટા ની કાતરી, કાકડી નાં ફુલ, ગાજર નાં ફુલ, દાડમ નાં દાણા વળે ડોલ નાં ફરતે સજાવટ કરો.
 20. કાકડી નાં બનાવેલ ફુલ ટાવર પર સજાવતી વખતે તૂથ પીક નો ઉપયોગ કરો.
 21. તૌ તૈયાર કછે તમારી ઓરોરા ડોલ સેન્ડવીચ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર