હોમ પેજ / રેસિપી / Panner Lifafa

Photo of Panner Lifafa by Anjali Kataria at BetterButter
53
10
0.0(0)
0

Panner Lifafa

Jan-10-2019
Anjali Kataria
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • ગુજરાત
 • શેકેલું
 • પીસવું
 • તળવું
 • સાંતળવું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

 1. પાલક ના સ્ટફિંગ માટે
 2. ૨ કપ બારીક સમારેલી પાલક
 3. ૧/૨ કપ ખમણેલું પનીર
 4. ૧ નાની ચમચી તેલ
 5. ૧/૨ નાની ચમચી આદુ મરચાની પેસ્ટ
 6. ૧/૨ નાની ચમચી તલ
 7. ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
 8. ૧/૨ નાની ચમચી હળદર
 9. ૧/૨ નાની ચમચી ધાણાજીરું પાઉડર
 10. ૧/૨ નાની ચમચી ગરમ મસાલા પાવડર
 11. ૨ મોટી ચમચી ટુટીફુટી
 12. સ્વાદ અનુસાર મીઠું
 13. કચોરી ના સ્ટફિંગ માટે
 14. ૧/૨ કપ છીણેલું સૂકું કોપરું
 15. ૧/૨ કપ શીંગ દાણા નો ભૂકો
 16. ૧ કપ ગાઠીયા નો ભૂકો
 17. ૧ નાની ચમચી ખાંડ
 18. ૧/૨ નાની ચમચી આમચૂર પાવડર
 19. ૨ સૂકા લાલ મરચા
 20. ૨ લવિંગ
 21. ૧ નાનો કટકો તજ
 22. ૨ એલચી
 23. ૪ દાણા મરી
 24. ૧/૨ નાની ચમચી જીરૂ
 25. ૧/૨ નાની ચમચી ધાણા
 26. ૧/૨ નાની ચમચી વરિયાળી
 27. ૧ તમાલ પત્ર
 28. ૧ ચમચી તેલ
 29. ક) લિફાફા માટે
 30. ૮-૧૦ સમોસા ની રેડી મેડ શીટ
 31. ૨ ચમચી પાણી
 32. ૩ ચમચી મેંદો
 33. ૮-૧૦ પનીર ની સ્લાઈસ
 34. તળવા માટે તેલ

સૂચનાઓ

 1. સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
 2. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખી મિક્સ કરો.
 3. તલ નાખી ને શેકો.
 4. ત્યાર બાદ તેમાં ખમણેલું પનીર નાખો.
 5. બરાબર મિક્સ કરો.
 6. ત્યારબાદ લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરૂ પાવડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
 7. બરાબર મિક્સ કરો.
 8. હવે તેમાં બારીક કાપેલી પાલક ઉમેરો.
 9. બરાબર મિક્સ કરો.
 10. ૧-૨ મિનિટ સુધી ચડવા દો.
 11. મેશર ની મદદ થી મિશ્રણ ને બરાબર એક રસ થાય એ રીતે મેશ કરી લો.
 12. ત્યાર બાદ તેમાં તૂટીફૂટી નાખીને મિક્સ કરો.
 13. ગેસ બંધ કરી લો અને મિશ્રણને એક તરફ ઠંડુ કરવા મુકો.
 14. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો.
 15. તેમાં છીણેલુ કોપરું શીંગ નો ભૂકો અને ગાંઠિયા નો ભૂકો નાખો.
 16. મિશ્રણ ને ૧ મિનિટ સુધી શેકી લો.
 17. અને એક બાઉલ મા કાઢી લો.
 18. તે જ કડાઈમાં ફરીવાર થોડું તેલ ગરમ કરવા મુકો.
 19. તેમાં સૂકું લાલ મરચું, તમાલ પત્ર, લવિંગ, એલચી, તજ, જીરૂ, વરીયાળી, મરી અને ધાણા ઉમેરો અને શેકો.
 20. મિશ્રણ થોડુ શેકાઈ એટલે ગેસ બંધ કરી દો.
 21. મિશ્રણ ને ઠંડુ કરવા મૂકો.
 22. મિશ્રણ ઠંડુ થાય એટલે તેને મિક્સર માં ક્રશ કરી ને મસાલો તૈયાર કરી લો.
 23. હવે મિકસર ની જાર માં કોપરા નું મિશ્રણ, ૨ ચમચી તૈયાર કરેલો મસાલો, આમચૂર પાઉડર અને દળેલી ખાંડ ઉમેરો.
 24. આ બધી સામગ્રી ને અધકચરી ક્રશ કરી લો.
 25. એક બાઉલ મા કાઢી ને એક તરફ મૂકો.
 26. હવે એક વાડકી માં મેદો અને પાણી ઉમેરી ને સ્લરી બનાવો.
 27. સમોસા ની એક શીત લઈ તેના ઉપર બીજી સમોસા ની શીત ક્રૉસ માં મૂકો ( + ની નિશાની બને તે રીતે)
 28. હવે વચ્ચે કચોરી નું સ્ટફિંગ પાથરો.
 29. તેના ઉપર પનીર ની સ્લાઈસ મૂકો.
 30. તેના ઉપર પાલક નું સ્ટફિંગ પાથરો.
 31. હવે સમોસા ની શીટ ને ફોલ્ડ કરી લો.
 32. સમોસા શીટ ના છેલ્લા ભાગ ને મેંદાની સ્લરી લગાડીને ચોટાડી દો.
 33. આ પ્રકારે બધા લીફાફા તૈયાર કરી લો.
 34. એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો.
 35. તે ગરમ થાય એટલે લિફાફા ને હલકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો.
 36. પનીર લિફાફા ને ગરમાગરમ લાલ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર