હોમ પેજ / રેસિપી / તંદુરી સોયા ચાપ

Photo of Tandoori soya chaap by Urvashi Belani at BetterButter
913
4
0.0(0)
0

તંદુરી સોયા ચાપ

Jan-10-2019
Urvashi Belani
100 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તંદુરી સોયા ચાપ રેસીપી વિશે

આ રેસીપી માં સોયાબીન અને સોયા વડી નો ઉપયોગ કરી સોયા ચાપ બનાવી, તેને મેરીનેશન કરી ગ્રીલ કર્યું છે. પછી કોલસા થી સ્મોકિંગ કરી સ્મોકી ફ્લેવર આપ્યો છે.

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • ગ્રીલ્લીંગ
  • બાફવું
  • ફ્રીઝ કરવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 1/2 કપ સોયાબીન
  2. 1/2 કપ સોયાવડી
  3. 1/2 કપ ઘઉં નો લોટ
  4. 1/2 કપ મેંદો
  5. સ્વાદાનુસાર નમક
  6. ઘી/ બટર (ગ્રીલ માટે)
  7. મેરીનેશન માટે:
  8. 1 કપ ગાઢું દહીં
  9. 1 ચમચી વાટેલા આદુ લસણ
  10. સ્વાદાનુસાર નમક
  11. 1 ચમચી લાલ મરચું
  12. 1/4 ચમચી સંચર
  13. 1/2 ચમચી ધાણા પાવડર
  14. 1/2 ચમચી જીરું પાવડર
  15. 1/2 ચમચી ગરમ મસાલો
  16. 1 ચમચી તેલ
  17. 1/2 લીંબુ નો રસ
  18. સ્મોકિંગ માટે
  19. 1 કોલસો
  20. 1/2 ચમચી ઘી

સૂચનાઓ

  1. સોયાબીન ને આખી રાત પાણી માં પલાળી રાખો, પછી પાણી કાઢી મિક્સર માં પીસી ને પેસ્ટ બનાવો
  2. સોયાવડી ને ગરમ પાણી માં નાખી 5 મિનિટ ઉકાળો, પછી ધોઈ ને બરાબર નીચોવી મિક્સર માં પીસી પેસ્ટ બનાવો
  3. સોયાબીન પેસ્ટ, સોયાવડી પેસ્ટ, મેંદો, ઘઉં નો લોટ અને નમક ને મિક્સ કરી લોટ બાંધી લો, આ લોટ ને 1/2 કલાક ઢાંકી ને મૂકી દો.
  4. હવે આ લોટ માંથી રોટલી વણી તેની લાંબી પટ્ટીઓ કાપી લો, અને આઈસ્ક્રીમ સ્ટિક પર જમાવી લો
  5. આ રીતે બધી સોયા ચાપ બનાવી ઉકળતા પાણી માં નાખી 15 મિનિટ બાફી લો.
  6. મેરીનેશન ની બધી સામગ્રી બરાબર મિક્સ કરો
  7. સોયા ચાપ ઠંડી થાય પછી તેને મેરીનેશન માં નાખી મિક્સ કરી 1 કલાક ફ્રીઝ માં મૂકી દો
  8. ગ્રીલ પેન માં ઘી/ બટર લગાવી બન્ને બાજુ થી ગ્રીલ કરો.
  9. બધી સોયા ચાપ ને એક પ્લેટ માં મૂકી દો અને વચ્ચે એક વાટકી મુકો
  10. કોલસાની ને ગરમ કરવા મુકો
  11. જ્યારે કોલસો બરાબર ગરમ થાય ત્યારે તેને વાટકી માં મુકો અને તેના પર ઘી નાખી તરત જ બધી સોયા ચાપ કવર થાય તે રીતે ઢાંકી દો
  12. 10 મિનિટ પછી ઢાંકણ ખોલી ઉપર ચાટ મસાલો નાખી લિલી ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર