હોમ પેજ / રેસિપી / Audi car cake

Photo of Audi car cake by Harsha Israni at BetterButter
189
10
0.0(1)
0

Audi car cake

Jan-10-2019
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બાળકો ના જન્મદિવસ માટે
 • માઈક્રોવેવિંગ
 • ડેઝર્ટ
 • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 10

 1. ૨૦૦ ગ્રામ મેંદો
 2. ૧૦૦ ગ્રામ દૂધ
 3. ૧૦૦ ગ્રામ મિલ્કમૈડ
 4. ૧ ટી-સ્પૂન બેકિંગ પાવડર
 5. ૧/૨ ટી સ્પૂન સોડા
 6. ૫૦ ગ્રામ માખણ
 7. ૧/૨ ટી-સ્પૂન વેનિલા એસેન્સ
 8. સજાવવા માટે -
 9. લીલો ,લાલ,પીળો ખાવાનો રંગ( જરુર મુજ
 10. ઓરયો બિસ્કીટ
 11. ડાર્ક ચોકલેટ
 12. વ્હીપ ક્રીમ

સૂચનાઓ

 1. સૌ પહેલા એક બાઉલમાં માખણ અને ખાંડને બીટરથી બીટ કરો અથવા મીકસ કરો.ત્યાર બાદ તેમાં મેદો ,બકિંગ પાવડર ,સોડા ગરણીથી ચારણીને ઉમેરો .છેલ્લે મિલ્કમૈડ અને દૂધ,વેનિલા એસેન્સ ઉમેરીને કેક માટે બેટર તૈયાર કરો.
 2. એક લંબચોરસ કેકનુ મોલ્ડ લઈ તેમાં ઘી થી ગ્રીસ કરી મેદાથી ડસ્ટીંગ (છાંટીને)કરીને તૈયાર કરેલું કેકનું બેટર નાખી ૧૮૦ં સે પ્રિહિટ ઓવનમાં ૩૦ થી ૩૫ મિનિટ માટે બેક કરવા મૂકો.ટૂથ પીકથી તપાસો કેક તૈયાર છે કે નહિ.
 3. આવી રીતે બીજુ કેક ચોરસ મોલ્ડમાં બેક કરો.આમ બે સ્પનઝ કેક તૈયાર કરવા.કેકને ઠંડુ થાય એટલે મોલ્ડમાંથી બહાર કાઢો.લંબચોરસ કેકના વચ્ચેથી બે ભાગ કરો.
 4. લંબચોરસ અને ચોરસ કેક માટેના કેક મોલ્ડ(બાઉલ)
 5. એક વાટકી પાણીમાં ૨-૩ ટેબલસ્પૂન ખાંડ મીકસ કરી સુગર પાણી તૈયાર કરો.
 6. એક સ્ટીલની તપેલીમાં વ્હીપ ક્રીમ બીટ કરો.જયાં સુધી તે માખણની જેમ ફૂલીને ઉપર આવે .
 7. નાના મોટા સ્ટાર નોઝલસ અને ધાસ કરવા માટે નોઝલસ.
 8. એક કેકના પેડ પર થોડી વ્હીપ ક્રીમ લગાડીને લંબચોરસ સ્પનઝનો એક ભાગ ગોઠવી તેની પર સુગર વોટર ચમચી વડે નાખી વ્હીપ ક્રીમની લેયર પાથરો .તેની ઉપર ફરી બીજો ભાગ કેકનો ગોઠવો.
 9. લંબચોરસ કેક ઉપર ચોરસ કેકમાંથી નાનો ટુકડો ગોઠવો.કારનો આકાર આપો .
 10. એક બાઉલમાં થોડી વહીપ ક્રીમ લઈ તેમાં લાલ રંગ ઉમેરી પાઈપીંગ બેગમાં સ્ટાર નોઝલસ માંથી ગોઠવેલી કેક પર ડિઝાઈન બનાવો.તેમાં બારીની જગ્યા અને આગળ -પાછળના કાચ ની જગ્યા છોડી બધી બાજુ ડિઝાઈન બનાવીને પૈડા માટે ઓરયો બિસ્કીટ ગોઠવો.
 11. ત્યાર બાદ બારીમાં સફેદ વ્હીપ ક્રીમથી નાના સ્ટાવાળા નોઝલસમાંથી ડીઝાઈન બનાવો.
 12. બારીની આઉટ લાઈન કરવા ડાર્ક ચોકલેટને ડબરબોઈલર કરી ઓગાળી પાઈપીંગ બેગમાં ભરીને આઉટલાઈન બનાવો અને ઓડી કારનો માર્કો આગળ અને પાછળ બનાવો.લાઈટ માટે પીળા રંગની વ્હીપ ક્રીમનો ઉપયોગ કરવો.
 13. તૈયાર છે ઓડી કાર કેક. કેકની આજુ-બાજુ ઘાસ બનાવા લીલા રંગની ક્રીમ અને ઘાસનુ નોઝલસનો ઉપયોગ કરવું.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Aachal Jadeja
Jan-10-2019
Aachal Jadeja   Jan-10-2019

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર