Photo of Lilava Kachori by Bharti Khatri at BetterButter
1170
11
0.0(1)
0

Lilava Kachori

Jan-12-2019
Bharti Khatri
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • શેકેલું
  • પીસવું
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ ગ્રામ લીલા તુવેર દાણા
  2. ૮-૯ લીલા મરચા
  3. મોટો ટુકડો આદુ
  4. ૧ ચમચી રાઈ
  5. ૧ ચમચો તલ
  6. ૧ ચમચો સૂકી દ્રાક્ષ
  7. ૨ ચમચા ઝીણી કાપેલી કોથમીર
  8. ૧/૨ ચમચી લીંબુના ફુલ
  9. ૨ ચમચા આંબલી ની ચટણી
  10. ૪ ચમચી ખાંડ
  11. ૧ ચમચી ગરમ મસાલો
  12. મીંઠુ સ્વાદમુજબ
  13. તેલ પ્રમાણસર
  14. ઘઉંનો લોટ બાંધવા માટે
  15. ૫૦૦ ગ્રામ જેટલો ઘઉંનો લોટ
  16. ૨ ચમચા મેંદો
  17. ૨ ચમચી બુરું ખાંડ
  18. ૧ ચમચી લીંબુનો રસ
  19. મીંઠુ પ્રમાણસર
  20. મોયણ માટે તેલ પ્રમાણસર

સૂચનાઓ

  1. લીલી તુવેર ને છોલી અને ધોઈ ને મીચિઁ કટર મા લીલા મરચા અને આદુ સાથે અધકચરા દાણા પીસવા.
  2. આ રીતે બધા જ લીલવા અધકચરા પીસી લેવા.
  3. હવે કડાઈ મા વધારે તેલ ગરમ કરી રાઈ તટડાવી લેવી.
  4. હવે તલ ઊમેરવા.
  5. હવે લીલવા નુ મિશ્રણ ઉમેરી ને મીંઠુ સ્વાદમુજબ ભભરાવી લેવુ.
  6. હવે લીલવા નુ મિશ્રણ ચઢી જાય એટલે તેમા ખાંડ, ગરમ મસાલો અને લીંબુના ફુલ અને સૂકી દ્રાક્ષ નાખી બરાબર મિક્સ કરવુ.
  7. હવે તેમા આબલી ની ચટણી અને કોથમીર મિક્સ કરી બરાબર મિક્સ કરી એકાદ બે મિનિટ શેકાવા દેવું પછી ગેસ બંધ કરી દેવો. આંબલી ની ચટણી અપવાદ છે આપણે મિક્સ કરવી હોય તો જ કરવી.
  8. ઘઉંના લોટ મા થોડો મેંદો લઈ તેમા બુરું ખાંડ નાખવી.
  9. હવે લીંબુનો રસ અને મીંઠુ મોણ પ્રમાણસર લઈ લોટ બાંધવો. બુરુ ખાંડ અને લીંબુનો રસ ભેળવીને લોટ બાંધવા થી કચોરી ક્રિસ્પી ( કુરકુરી ) થાયછે.
  10. આ રીતે લોટ બાંધી લેવો.
  11. હવે લોટ નો લૂવો લઈ પૂરી ની જેમ વણી લઈ તેમા લીલવા નુ મિશ્રણ મુકી કચોરી બનાવી લેવી.
  12. આ રીતે કચોરી બનાવી લેવી.
  13. આ રીતે બધી કચોરી તૈયાર કરી લેવી.
  14. હવે તેલ ગરમ કરી કચોરી ગરમ તેલ મા તળી લેવી.
  15. આ રીતે આછા ગુલાબી રંગની તળી લેવી.
  16. હવે તૈયાર ગરમા ગરમ સ્વાદિષ્ટ કચોરી ને ટોમેટો કેચપ , આંબલી ની ચટણી અને તળેલા મરચા સાથે પીરસવી..

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Mayuri Vora
Jan-12-2019
Mayuri Vora   Jan-12-2019

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર