હોમ પેજ / રેસિપી / કેરટ કોકોનટ લાડુ

Photo of Carrot coconut ladoo by Rani Soni at BetterButter
807
11
0.0(0)
0

કેરટ કોકોનટ લાડુ

Jan-12-2019
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરટ કોકોનટ લાડુ રેસીપી વિશે

શિયાળા દરમિયાન ભારતીય ગાજર હલવા ને સહુ કોઈ પસંદ કરે છે! મને નથી લાગતું કે તમે કોઈ પણ ભારતીયને શોધી શકશો કે જેણે ગાજર હલવો ખાધો ના હોય. અહીં ગાજર ને છીણી ઘી માં શેકી ગાજર સોફ્ટ થાય અેટલે કન્ડેન્સ્ડ મિલ્ક ,કોકોનટ નાંખી લાડુ બનાયા છે.જે મોઢામાં મૂકતા જ પીગળી જશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1.5 કપ છીણેલ ગાજર
  2. 1 કપ નારિયેળ નુ બુરુ
  3. 1 ચમચી ઘી
  4. 1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  5. 2 ચમચી બદામ સમારેલ
  6. 1/2 ચમચી કિસ્મીશ
  7. 2 ટીપા રોઝ વોટર
  8. ચપટી ઇલાયચી પાવડર
  9. 1/2 કપ નારિયેળ બુરુ (રોલિંગ માટે )

સૂચનાઓ

  1. એક પેન માં ઘી નાંખો
  2. બદામ નાંખી રોસ્ટ કરો જ્યાં સુધી તે સોનેરી નહીં થાય
  3. હવે બદામ કાઢી તેને એક બાજુ રાખો
  4. એ જ પેન માં છીણેલા ગાજર ઉમેરો અને સોફ્ટ અને કાચી ગંધ જાય ત્યાં સુધી 10 મિનિટ સુધી સાંતળો
  5. હવે નાળિયેર ઉમેરો અને 1 મિનિટ માટે સાંતળો
  6. કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને સારી રીતે મિકસ કરી દો
  7. કન્ડેન્સ્ડ દૂધ શોષાય ત્યાં સુધી 5 - 6 મિનિટ માટે સાંતળો
  8. હવે ઇલાયચી પાવડર, કિસ્મીશ અને રોઝ વોટર ઉમેરો હવે ગેસ બંધ કરો
  9. શેકેલા બદામ ને નાંખો
  10. મિશ્રણને થોડું ઠંડુ કરો
  11. ઘી વાળો હાથ કરી મિશ્રણ લઈને નાના રાઉન્ડ બોલ બનાવો
  12. આ બોલ ને 1/2 કપ નારિયેળ માં રોલ કરો
  13. કેરટ કોકોનટ લાડુ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર