હોમ પેજ / રેસિપી / ગાજર લીલા ચણા ના લાડુ

Photo of Gajar lila chana naladu by Bhavna Nagadiya at BetterButter
485
12
0.0(0)
0

ગાજર લીલા ચણા ના લાડુ

Jan-13-2019
Bhavna Nagadiya
30 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર લીલા ચણા ના લાડુ રેસીપી વિશે

ગાજર નો હલવો તો બનેજ પણ મે સાથે ચણા તુવેર થોડા વટાણા નો ઉપયોગ કરી વાનગ નેનવાજ લુક મા પ્રેઝંટ કરી છે ટેસ્ટ માપણ લીલુુ પુરણ ખુબજ સરસ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • બાફવું
  • ફ્રીઝ કરવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ગાજર ૩નંગ
  2. લીલા ચણા ૧વાટકો
  3. તુવેર લીલા વટાણા ૧ વાટકી
  4. ખાંડ ૧ ૧/૨ વાટકી
  5. એલચી પાવડર ૧ ચમચી
  6. ઘી ૨ ચમચી
  7. ખસખસ થોડા

સૂચનાઓ

  1. ગાજર સ્કીન કાઢી છીણી લો
  2. ગાજર નુ છીણ વરાળ મા બાફી લો
  3. ચણા તુવેર વટાણા વરાળ મા બાફી લો
  4. હવે કડાઇ માં ૧ચમચી ઘી મુકી ગાજર સાતળી લો
  5. બાદ ખાંડ નાખી હલાવો
  6. ખાંડ નુ પાણી બળી જાય ત્યા સુધી હલાવો
  7. દુધ કે મલાઇ કે દુધ નો માવો નાખી સકાય પણ મે નથી વાપર્યો
  8. હવે ગાજર નો હલવો બાઉલ મા કાઢી લો
  9. ચણા તુવેર ને મિક્ષર મા ક્રસ કરી લો
  10. હવે ફરી કડાય મા ૧ચમચી ઘી મુકો
  11. ચણા નુ ક્રસ કરેલુ મિસ્રણ નાખી હલાવો
  12. ખાંડ નુ પાણી બળી જાય કડ થી છુટવા માંડે એટલે ગેસ બંંધ કરી દો
  13. બન્ને પુરણ મા એલચી પાવડર મિક્ષ કરી લો
  14. ઠંડુ થાય પછી હાથપર ઘી લગાવી ગાજર નામિસ્રણ થોડુ લઇ થેપલી બનાવી વચ્ચે ૨ ચમચી લીલુ પુરણ ભરી બંધ કરો
  15. લાડુ ના બીબા મા ઘી લગાવી દબાવી ને લાડુ વાળી લો
  16. ઉપર ખસખસ છાંટો
  17. ૨કલાક માટે ફ્રીજ મા મુકી દો
  18. બાદ છરી વડે પીસ બનાવી લો
  19. તો તૈયાર છે ગાજર ચણા તુવેર ની સ્વીટ ડીશ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર