હોમ પેજ / રેસિપી / તલ ગાજર ડ્રાયફ્રૂટ હલવા

Photo of Til gajar dryfruit halwa by Varsha Joshi at BetterButter
512
8
0.0(0)
0

તલ ગાજર ડ્રાયફ્રૂટ હલવા

Jan-16-2019
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તલ ગાજર ડ્રાયફ્રૂટ હલવા રેસીપી વિશે

આ રેસિપી મે મારા વિચારથી બનાવી છે. આ શિયાળામાં બનતું એક પૌષ્ટિક વસાણું જ છે. ગાજરનો હલવો જેમ બને છે પણ આ થોડું અલગ છે.જેમાં તલ, ગાજર,ગોળ અને સૂકામેવાનો ઉપયોગ કર્યો છે જે સ્વાસ્થ્યપ્રદ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • પીસવું
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 નંગ લાલ મીઠા ગાજર
  2. 2 ચમચી તલ
  3. 100 ગ્રામ ગોળ
  4. એક ચમચી ઘી
  5. 8 થી 10 નંગ કાજુ બદામ
  6. તજ,લવિંગ, ઈલાયચી પાવડર એક ચમચી

સૂચનાઓ

  1. સૌપ્રથમ ગાજર છીણી લો.
  2. ત્યારબાદ છીણેલા ગાજરમાં તલ,ગોળ, ઘી ઉમેરો
  3. બરાબર મિક્સ કરો
  4. ગેસ પર ધીમી આચ પર 3.મિનિટ ગોળ અને ગાજર સીજી જાય ત્યાં સુધી ગરમ કરો
  5. મિશ્રણ બરાબર તૈયાર થાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લો
  6. ત્યારબાદ મિક્સરમાં કાજુ બદામ ક્રશ કરી લો
  7. કાજુ બદામનો પાવડર તલ ગાજરના મિશ્રણમાં ઉમેરો
  8. બરાબર હલાવી મિક્સ કરો
  9. ત્યારબાદ એક ચમચી થજ,લવિંગ, ઈલાયચી પાવડર ઉમેરો
  10. બરાબર મિક્સ કરો
  11. મિશ્રણ તૈયાર થાય એટલે એક એક ચમચી મિશ્રણને એલ્યૂમિનિયમ ફોઈલ પેપરમાં ભરો
  12. અને આ પૌષ્ટિક હલવો સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર