હોમ પેજ / રેસિપી / શકકરિયાં ની પાવ ભાજી

Photo of Sweet potato pavbhaji by Rani Soni at BetterButter
355
10
0.0(0)
0

શકકરિયાં ની પાવ ભાજી

Jan-16-2019
Rani Soni
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શકકરિયાં ની પાવ ભાજી રેસીપી વિશે

જયારે આ પાવ ભાજી તૈયાર થઈ ગઈ તો મેં આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આ પહેલા ક્યારેય બનાવવા નો પ્રયાસ કેમ ના કર્યો? સ્વીટ પોટેટો પાવ ભાજીની આ રેસીપીમાં મેં સ્વાદિષ્ટ અને તંદુરસ્ત બનાવવા માટે કેટલીક શાકભાજી ઉમેરી વધુ સ્વાદિષ્ટ બનાવવા ની કોશિશ કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 બાફેલ અને મેશ કરેલ શકકરીયાં
  2. 1 કપ મિકસ વેજ બાફેલ અને મેશ કરેલ (ફલાવર ,કોબીજ ,,ગાજર)
  3. 2 ચમચી વટાણા બાફેલ
  4. 2 ચમચી કેપ્સિકમ સમારેલ
  5. 2 ચમચી તેલ
  6. 2 ચમચી બટર
  7. 1 અને 1/2 કપ ડુંગળી સમારેલ
  8. 1 ચમચી આદુ સમારેલ
  9. 2 ચમચી લસણ સમારેલ
  10. 1/2 કપ ટામેટા સમારેલ
  11. 2 લીલા મરચાં સમારેલ
  12. 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર
  13. 5 ચમચી પાવભાજી મસાલા
  14. 2 ચમચી લીંબુનો રસ
  15. મીઠું સ્વાદ મુજબ
  16. 2 ચમચી કોથમીર
  17. 2 પાવ શેકેલ

સૂચનાઓ

  1. એક પેનમાં તેલ અને બટર નાંખો
  2. હવે આદુ અને લસણ ઉમેરો અને સાંતળો
  3. ડુંગળી નાંખો ફ્રાય કરો જ્યાં સુધી ડુંગળી ગુલાબી બને અને કાચી ગંધ નીકળી જાય
  4. હવે લીલા મરચાં, કેપ્સીકમ અને ટામેટાં ઉમેરો અને 2-3 મિનિટ માટે સાંતળો
  5. હવે લાલ મરચું પાવડર, મીઠું અને પાવ ભાજી મસાલા ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો
  6. હવે રાંધેલા શકકરીયાં અને શાકભાજીને ઉમેરો અને સારી રીતે મિકસ કરો
  7. વટાણા બાફેલ ઉમેરો
  8. હવે 1 કપ પાણી, લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિકસ કરી દો
  9. કોથમીર નાંખો
  10. 2 મિનીટ પછી ગેસ બંધ કરો
  11. શકકરિયાં ની પાવભાજી તૈયાર છે
  12. પાવ અને સલાડ જોડે પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર