હોમ પેજ / રેસિપી / લીલવા ભાત

Photo of Lilva bhaat by Harsha Israni at BetterButter
644
10
0.0(0)
0

લીલવા ભાત

Jan-18-2019
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલવા ભાત રેસીપી વિશે

આ ડીશમાં લીલવાનો ઉપયોગ કર્યો છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .આ લીલવા ભાતને લીલવા પુલાવ પણ કહી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ ચોખા (પલાળેલા)
  2. ૧/૨ કપ લીલવા (લીલી તુવેર )
  3. ૨ ટી-સ્પૂન લીલા મરચાની પેસ્ટ
  4. ૨ ટી-સ્પૂન આદુની પેસ્ટ
  5. ૨ ટી-સ્પૂન લસણની પેસ્ટ
  6. ૨ નંગ લવીંગ
  7. ૨ નંગ તમાલપત્ર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૨ નંગ તજના ટુકડા
  10. ૨ નંગ આખા લાલ મરચા
  11. ૧ ટી-સ્પૂન જીરુ
  12. ૧ અથવા ૨ ટી -સ્પૂન ગરમ મસાલો
  13. ૧ મોટો ચમચો તેલ
  14. ૨ કપ પાણી અથવા જરુર મુજબ

સૂચનાઓ

  1. કુકરમાં તેલ ગરમ કરી જીરુ નાખો ત્યાર બાદ,લવીંગ,તજ ,તમાલપત્ર,આખા લાલ મરચા,મીઠો લીમડો,આદુ-લસણ-મરચાની પેસ્ટ નાખી સાતંળો.
  2. ત્યાર બાદ લીલવા, ચોખા(પાણીમાંથી નીતારેલા) ,મીઠુ,ગરમમસાલો ઉમેરી સાતંળો જરુર મુજબ પાણી ઉમેરી કુકરનુ ઢાંકણ બંધ કરી ૩-૪ સીટી વાગે ત્યાં સુધી પકાવો.
  3. તૈયાર છે લીલવા ભાત ગરમાગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર