હોમ પેજ / રેસિપી / શકકરિયા ની પીતા બ્રેડ

Photo of Sweet potato pita by Lata Lala at BetterButter
742
8
0.0(0)
0

શકકરિયા ની પીતા બ્રેડ

Jan-19-2019
Lata Lala
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શકકરિયા ની પીતા બ્રેડ રેસીપી વિશે

મૈદા ની પીતા બ્રેડ કરતા આ વધારે પૌષ્ટિક છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • મિડલ ઈસ્ટર્ન
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. શક્કરિયા 100 ગ્રામ
  2. મૈદો 150 ગ્રામ
  3. ઓલિવ ઓઇલ 3 મોટી ચમચી
  4. દહીં 80 ગ્રામ
  5. પાર્સલે સુક્કા 1 ચમચી
  6. ગારૅલિક પાવડર 1/2 ચમચી
  7. રોઝમેરી સુક્કા 1/2 ચમચી
  8. થાઈમે 1/2 ચમચી
  9. એપ્પલ સાઈડર વિનેગર 1 ચમચી
  10. મીઠું ચપટી
  11. બેકિંગ પાવડર 1/2 ચમચી
  12. પીરસવા સાથે : હુમ્મુસ, સલાડ અથવા ગારલીક ડીપ

સૂચનાઓ

  1. શક્કરિયા ધોઈ અને છીણી લો
  2. તેમાં તેલ અને મૈદો મિક્સ કરો
  3. બધા સુક્કા મસાલા નાખી છેલ્લે બેકિંગ પાવડર નાખો
  4. તેમાં દહીં અને એપ્પલ સાઈડર નાખી કણક બાંધી લો
  5. 10 મિનિટ પછી એના બે એક સરખા લૂવા કરી લો
  6. એની થોડીક જાડી રોટલી વણી લો
  7. ઓવેન ને 180 ડિગ્રી ઉપર 10 મિનિટ પ્રી હીટ કરો
  8. બેકિંગ ટ્રે માં બટર પેપર ઉપર મૂકી 25 થઈ 30 મિનિટ બેક કરો
  9. 15 મિનિટ થાય એટલે રોટલી ની બાજુ બદલી ઉપર નો ભાગ નીચે ની બાજુ મૂકી હજુ બાકી ના 15 મિનિટ બેક કરો
  10. પીતા બ્રેડ તૈયાર છે
  11. બહાર કાઢી જરાક ઠંડુ કરી એને બરાબર વચ્ચે કાપી હુમુસ વ સલાડ અને ડીપ જોડે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર