હોમ પેજ / રેસિપી / લીલા ચણાની ચાટ

Photo of Green Chana Chat by Mital Viramgama at BetterButter
585
6
0.0(0)
0

લીલા ચણાની ચાટ

Jan-21-2019
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા ચણાની ચાટ રેસીપી વિશે

લીલા ચણાની ચાટ એક શિયાળાની સ્પેશીયલ ચાટ છે.ઠંડીની સીઝન માં લીલાં ચણા સરસ મળે છે અને ઠંડી માં સ્પાઇસી ચાટ ખાવા ની મજા પડી જાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ લીલા ચણા
  2. 1/2 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  3. 1/2 ટેબલ સ્પૂન લીલાં મરચાં ની પેસ્ટ
  4. 1/2 સ્પૂન આદું ની પેસ્ટ
  5. 1/2 ટેબલ સ્પૂન લીબુ નો રસ
  6. 1ટી સ્પૂન ખાંડ
  7. નીમક સ્વાદ અનુસાર
  8. 2ટેબલ સ્પૂન બટર અથવા તેલ
  9. 1/4 ટી સ્પૂન જીરૂ
  10. 1/4 ટી સ્પૂન હીંગ
  11. પીંચ એક હળદર
  12. ચાટ માટે ☘
  13. 3 ટેબલ સ્પૂન ખજૂર આંબલી ની ચટણી
  14. 3ટેબલ સ્પૂન લીલી ચટણી
  15. 1ટી સ્પૂન ચાટ મસાલો
  16. 1/4 ટી સ્પૂન લાલ મરચું
  17. 4ટેબલ સ્પૂન જીણી સેવ
  18. 2ટેબલ સ્પૂન ધાણાભાજી
  19. એક ડુંગળી જીણી સમારેલી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં એક કડાઇ મા બટર સહેજ ગરમ કરી તેમાં જીરૂ હીઞ નાખી લસણ આદુ ની પેસ્ટ નાખી સાંતળવું.
  2. હવે તેમાં લીલા ચણા નાખી હળદર અને નીમક સ્વાદ અનુસાર નાખી બધું સરખાઇ થી મીક્સ કરી લો.
  3. હવે એક પ્લેટમાં પાણી નાંખી કડાઇ ઉપર ઢાંકી ચણાને વરાળે ચડવા દેવાના .
  4. ચણા બરાબર ચડી જાય એટલે તેમાં લીલા મરચાં ની પેસ્ટ અને લીંબુ અને ખાંડ નાખી મીક્સ કરી લો.
  5. હવે ચણા થોડા ઠંડા થઇ જાય એટલે ઉપર બન્ને ચટણી તેમજ સેવ,ડુંગળી ઝીણી સમારેલી તેમજ કોથમીર અને ચાટ મસાલો તેમજ લાલ મરચું છાંટી દો.
  6. હવે તમારી ચાટ તૈયાર છે. ઇન્જોય તમારી ટેસ્ટી ચાટ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર