હોમ પેજ / રેસિપી / લીલા ચણા ની ભાખરવડી

Photo of Green chana bhakhrvadi by Urvashi Belani at BetterButter
535
9
0.0(0)
0

લીલા ચણા ની ભાખરવડી

Jan-22-2019
Urvashi Belani
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા ચણા ની ભાખરવડી રેસીપી વિશે

આ રેસીપી માં લીલા ચણા નો મસાલો બનાવ્યો છે અને મેંદા ના લોટ થી રોટલી વની વચ્ચે મસાલો મૂકી રોલ વાળી , કાપી ને પછી મેંદા ની પેસ્ટ માંથી ડીપ કરી ફ્રાય કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. મસાલા માટે:
  2. 1 કપ લીલાં ચણા
  3. 2 ચમચા તેલ
  4. 1/2 ચમચી રાઈ
  5. 1/2 ચમચી તલ
  6. 1/4 ચમચી હિંગ
  7. 1/2 ચમચી વરિયાળી
  8. 2 ચમચા વાટેલા આદુ મરચા
  9. 1/4 ચમચી હળદર
  10. 1 ચમચી લાલ મરચું
  11. 1/4 ચમચી ગરમ મસાલો
  12. 1/4 ચમચી ચાટ મસાલો
  13. સ્વાદાનુસાર નમક
  14. કોથમીર
  15. લોટ બાંધવા માટે:
  16. 1 કપ મેંદો
  17. 2 ચમચા તેલ
  18. 1/4 ચમચી અજમો
  19. સ્વાદાનુસાર નમક
  20. મેંદા ની પેસ્ટ માટે:
  21. 2 ચમચા મેંદો
  22. 2 ચમચા કોર્નફ્લોર
  23. સ્વાદાનુસાર નમક
  24. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. મસાલા માટે લીલા ચણા ને મિક્સર માં દરદરુ પીસી લો
  2. તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ, હિંગ, વરિયાળી નાખી આદુ મરચા નાખો, 2 મિનિટ સાંતળી પછી લીલા ચણા અને બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો.કોથમીર નાખી મિક્સ કરો.
  3. લોટ બાંધવા માટે મેંદા માં બધી સામગ્રી નાખી પાણી વડે લોટ બાંધી લો અને 1/2 કલાક ઢાંકી ને મૂકી દો.
  4. આ લોટ માંથી રોટલી વણી લો, પછી એક સાઈડ માં મસાલો મૂકી રોલ વાળી લો
  5. હવે તેને નાના ટુકડા માં કાપી લો અને થોડું દબાવી લો
  6. પેસ્ટ ની બધી સામગ્રી ભેગી કરી પાણી થી પાતળી પેસ્ટ બનાવો, પછી આ પેસ્ટ માં બધી ભાખરવડી ડીપ કરી ગરમ તેલ માં મધ્યમ આચ પર ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો
  7. ટોમેટો સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર