હોમ પેજ / રેસિપી / Triranga stuffed lilva flower

Photo of Triranga stuffed lilva flower by Harsha Israni at BetterButter
467
15
0.0(1)
0

Triranga stuffed lilva flower

Jan-23-2019
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. પૂરણ માટે-
  2. ૧ કપ લીલવા વાટેલા (લીલી તુવેર વાટેલી)
  3. ૧ ટી-સ્પૂન ખાંડ
  4. ૧ ટી સ્પૂન જીરુ
  5. ૧ ટી-સ્પૂન વાટેલી આદુ
  6. ૧/૪ ટી -સ્પૂન હીંગ
  7. ૧ ટી-સ્પૂન વાટેલી લીલા મરચાની પેસ્ટ
  8. ૧/૪ કપ કોથમીર (ઝીણા સમારેલા)
  9. ૧ ટી-સ્પૂન ગરમ મસાલો
  10. મીઠુ સ્વાદ અનુસાર
  11. ૧ ટી-સ્પૂન લીંબુનો રસ
  12. ૨ ટી-સ્પૂન તેલ
  13. પૂરી માટે-
  14. ૨ કપ મેંદો
  15. ૪ ટી-સ્પૂન તેલ( મોણ )
  16. મીઠુ સ્વાદ મુજબ
  17. ૧/૪ ટી -સ્પૂન લીલો ખાવાનો રંગ
  18. ૧/૪ ટી-સ્પૂન ઓરેન્જ ખાવાનો રંગ
  19. અન્ય સામગ્રી-
  20. તેલ (તળવા માટે)

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કાથરોટમાં મેદો ,મીઠુ ,તેલ ભેગુ કરી ત્રણ ભાગ કરી દો .એક ભાગમાં લીલો રંગ નાખી જરુર મુજબ પાણી વડે કઠણ કણક તૈયાર કરો.બીજા ભાગમાં પાણી વડે કઠણ કણક તૈયાર કરો.ત્રીજા ભાગમાં ઓરેન્જ રંગ નાખી પાણી વડે કઠણ કણક તૈયાર કરો.
  2. એક પેનમાં તેલ ગરમ કરી જીરુ ,હિંગ નાખી વાટેલા લીલવા,મીઠુ,આદુ-લીલા મરચાની પેસ્ટ,લીંબુનો રસ,ગરમ મસાલો,કોથમીર ઉમેરી બે થી પાંચ મિનિટ ઘીમી આંચે ઢાંકણથી ઢાંકીને પકાવો.તૈયાર છે પૂરણ ડીશમાં કાઢી ઠંડુ પડવા દો.
  3. તૈયાર કરેલા ત્રણેય પૂરણમાંથી નાની નાની પૂરી બનાવીને એક પૂરીની કિનારીએ પાણી લગાડી બીજા રંગની પૂરી મૂકો પછી બીજી પૂરીની કિનારીએ પાણી લગાડી ત્રીજા રંગની પૂરી મૂકો.
  4. હવે પૂરીઓની વચ્ચે પૂરણ મૂકો.
  5. ત્યાર બાદ પૂરીઓની કિનારીએ પાણી લગાડી તેને એક સાથે વાળી લો.
  6. વાળેલી પૂરીઓને ગોળ ગોળ વાળીને ફલાવર તૈયાર કરો.
  7. તૈયાર કરેલા ફલાવરને એક પેનમાં તેલ ગરમ કરી આછા સોનેરી રંગના ધીમી આંચે તળી લો.
  8. તળેલા ફલાવરને પેપર નેપકીન મૂકેલી ડીશમાં કાઢી લો.
  9. તૈયાર છે ત્રિરંગા સ્ટફ્ડ લીલવા ફલાવરને સોસ કે કોથમીરની ચટની સાથે પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Mayuri Vora
Jan-23-2019
Mayuri Vora   Jan-23-2019

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર