બાફેલ ઊંધિયા ચાટ | Boiled Undhiya Chat Recipe in Gujarati

ના દ્વારા Purvi Modi  |  23rd Jan 2019  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Boiled Undhiya Chat by Purvi Modi at BetterButter
બાફેલ ઊંધિયા ચાટby Purvi Modi
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

8

1

બાફેલ ઊંધિયા ચાટ વાનગીઓ

બાફેલ ઊંધિયા ચાટ Ingredients to make ( Ingredients to make Boiled Undhiya Chat Recipe in Gujarati )

 • બટાકા ૪
 • શક્કરિયાં ૩-૪
 • પાપડીના દાણા ૧/૨ કપ
 • તુવેર ના દાણા ૧/૪ કપ
 • લીલા ચણા (પોપટાના દાણા) ૧/૪ કપ
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • અજમો ૧ ટી સ્પૂન
 • ચાટ મસાલો જરૂર મુજબ
 • લાલ મરચું પાઉડર જરૂર મુજબ
 • તલનું તેલ જરૂર મુજબ
 • નાયલોન સેવ જરૂર મુજબ
 • સમારેલું લીલું લસણ ૨-૩ ટેબલસ્પૂન
 • સમારેલી કોથમીર જરૂર મુજબ
 • ચટણી માટે:-
 • કોઠા નો માવો ૧/૪ કપ
 • કોથમીર ૧/૨ કપ
 • લસણની કળી ૫-૬
 • ગોળ ૩-૪ ટેબલસ્પૂન
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • લાલ મરચું પાઉડર ૧ ટેબલસ્પૂન
 • જીરું ૧ ટી સ્પૂન

How to make બાફેલ ઊંધિયા ચાટ

 1. બટાકા અને શક્કરિયા ને કૂકરમાં વરાળથી બાફી લો. પાપડીના દાણા, તુવેર ના દાણા અને લીલા ચણા ને એક કોટન કપડાં માં મૂકી મીઠું અને અજમો ભભરાવો. મિક્સ કરી કપડાં થી ઢાંકી કૂકરમાં વરાળથી બાફી લો.
 2. બટાકા અને શક્કરિયા ની છાલ ઉતારી કટકા કરી લો.
 3. ચટણી માટેની બધી સામગ્રી ભેગી કરી જરુર મુજબ પાણી ઉમેરીને મિક્સરમાં પીસી લો.
 4. એક પ્લેટમાં કાપેલા બટાકા, શક્કરિયા, બાફેલા દાણા લો. સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો અને લાલ મરચું પાઉડર ભભરાવો. સમારેલું લીલું લસણ ઉમેરીને મિક્સ કરો.
 5. ચટણી ઉમેરીને મિક્સ કરો. ઉપરથી તલનું તેલ રેડો. નાયલોન સેવ અને સમારેલી કોથમીર ભભરાવી ચાટનો આનંદ માણો.

My Tip:

બાફેલુ રતાળુ પણ લઈ શકાય.કોઠું પ્રાપ્ય ન હોય તો કોથમીર ની ચટણી પણ લઈ શકાય.

Reviews for Boiled Undhiya Chat Recipe in Gujarati (1)

Alpa Patel8 months ago

જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો