BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સેવરી વેજ કેક એન્ડ મફીન્સ (હાંડવો)

Photo of Savoury Veg Cake And Muffins by Poonam Gupta at BetterButter
167
8
0(0)
0

સેવરી વેજ કેક એન્ડ મફીન્સ (હાંડવો)

Jan-23-2019
Poonam Gupta
20 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવરી વેજ કેક એન્ડ મફીન્સ (હાંડવો) રેસીપી વિશે

મિક્સ દાળ અને ચોખા નો હાંડવો એક ગુજરાતી સેવરી કેક છે જે ખૂબ પૌષ્ટિક અને ટેસ્ટી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 2 કપ ચોખા
  2. 1 કપ ચણા દાળ
  3. 1/2 કપ તૂવર દાળ
  4. 4 ટેબલ સ્પૂન અડદ દાળ
  5. 2 ટેબલ સ્પૂન મેથી દાણા
  6. 1 કપ દહી
  7. 1 કપ છીણેલી દૂધી
  8. 2 કપ છીણેલા ગાજર
  9. 2 ટેબલ સ્પૂન આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ
  10. 1 ચમચી હળદર
  11. 2 ચમચી લાલ મરચું પાવડર
  12. 2 ટેબલ સ્પૂન ખાંડ
  13. 1 ચમચી લીંબુનો રસ
  14. 1 ચમચી બેકિંગ સોડા
  15. 4 ટેબલ સ્પૂન લીલા ધાણા
  16. મીઠું સ્વાદ મુજબ
  17. પાણી જરૂર મુજબ
  18. વઘાર માટે
  19. 8 ટેબલ સ્પૂન તેલ
  20. 2 ચપટી હિંગ
  21. 2 ચમચી રાઈ
  22. 2 ચમચી જીરૂ
  23. 2 ચમચી તલ
  24. 3-4 સૂકા લાલ મરચાં

સૂચનાઓ

  1. ચોખા દાળ અને મેથી દાણા ને 8 કલાક માટે પલાળવા.
  2. ત્યાર બાદ દહી નાખી કરકરુ પીસીને 8 કલાક માટે આથો લાવવા માટે મૂકવું.
  3. હવે તેમાં દૂધી ગાજર આદુ લસણ અને લીલા મરચાં ની પેસ્ટ હળદર લાલ મરચું ખાંડ લીંબુનો રસ બેકિંગ સોડા લીલા ધાણા મીઠું અને પાણી નાખી મિક્સ કરો.
  4. વઘાર કરવા માટે વઘારિયાને ગરમ કરી તેમાં તેલ નાખો
  5. તેમાં હિંગ રાઈ જીરૂ તલ અને સૂકા લાલ મરચાં નાખો.
  6. હવે અડધા વઘારને ખીરામાં મિક્સ કરો.
  7. હવે તેલ લગાવી ડસ્ટ કરેલ કેક ટીનમાં ખીરું નાખી બાકીનો વઘાર પણ નાખો.
  8. હવે પહેલાથી ગરમ કરેલા ઓવનમાં 180°c પર 40-45 મિનિટ માટે બેક કરો.
  9. ઠંડુ થાય એટલે ટીનમાથી બહાર કાઢી લો.
  10. થોડું ખીરું મફીન્સ મોલ્ડમા ભરીને 10-12 મિનિટ માટે બેક કરો.
  11. ટોમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર