હોમ પેજ / રેસિપી / રેસ્ટોરન્ટ જેવું મેથી મટર મલાઈ

Photo of Restaurant style methi mutter malai by Krupa Shah at BetterButter
562
3
0.0(0)
0

રેસ્ટોરન્ટ જેવું મેથી મટર મલાઈ

Jan-28-2019
Krupa Shah
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસ્ટોરન્ટ જેવું મેથી મટર મલાઈ રેસીપી વિશે

ઠંડી ની ઋતુ માં મેથી ની ભાજી અને વટાણા ખુબજ સરસ મળે છે. આ બેવ શાકભાજી નો ઉપિયોગ કરી ને રેસ્ટોરન્ટ માં મળે તેવી રીતે મેથી મટર મલાઈ નું શાક બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ધોઈને સમારેલી મેથી ની ભાજી 1 કપ
  2. લીલા વટાણા 1/2 કપ
  3. ગ્રેવી માટે:
  4. કાજુ 1/4 કપ
  5. ખસખસ 2 મોટા ચમચા
  6. માગજતરી ના બીજ 2 મોટા ચમચા
  7. ડુંગળી 2 મધ્યમ આકાર
  8. લીલું મરચું 1
  9. આદું ની પેસ્ટ 1 નાની ચમચી
  10. લસણ ની પેસ્ટ 2 નાની ચમચી
  11. વઘાર માટે:
  12. તેલ 2 મોટા ચમચા
  13. રાય 1/2 નાની ચમચી
  14. જીરું 1 નાની ચમચી
  15. હિંગ 1/4 નાની ચમચી
  16. અન્ય સામગ્રી:
  17. મીઠું સ્વાદ પ્રમાણે
  18. ખાંડ 1 નાની ચમચી
  19. ગરમ મસાલો 2 નાની ચમચી
  20. ફ્રેશ ક્રીમ 1/2 કપ
  21. દૂધ 2 મોટા ચમચા

સૂચનાઓ

  1. ગ્રેવી માટે ની બધી સામગ્રીઓ મિક્સચર માં લઇ smooth પેસ્ટ કરી લો.
  2. એક પેન માં તેલ ગરમ કરો અને રાઈ ને જીરું ઉમેરી દો.
  3. રાઇ તતળે એટલે એમાં હિંગ નાંખી દો.
  4. હવે એમાં ગ્રેવી માટે બનાવેલી પેસ્ટ ઉમેરીને બરાબર સાંતળી લો.
  5. ગ્રેવી જ્યારે તેલ છોડવા લાગે ત્યારે એમાં ગરમ મસાલો, દૂધ, મીઠું, ખાંડ, વટાણા અને મેથી ની ભાજી ઉમેરી દો.
  6. જરૂર પડે તો થોડું પાણી ઉમેરી શાક ને ચડવા દો.
  7. છેલ્લે એમાં ફ્રેશ ક્રીમ ઉમેરી 5 મિનિટ પછી ગેસ બંધ કરી દો.
  8. ગરમા ગરમ મેથી મટર મલાઈ પરાઠા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર