હોમ પેજ / રેસિપી / મીની ચીઝકેક બસબૂસા

Photo of Mini cheesecake basbousa by safiya abdurrahman khan at BetterButter
628
7
0.0(0)
0

મીની ચીઝકેક બસબૂસા

Jan-30-2019
safiya abdurrahman khan
10 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીની ચીઝકેક બસબૂસા રેસીપી વિશે

મિડલ ઈસ્ટન ડેઝટ છે, જેને મે થોડુ ટ્વિસ્ટ કરી ચીઝ ઉમેરી મફિન ટીન મા બેક કરી છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • તહેવાર
  • મિડલ ઈસ્ટર્ન
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. રવો ૧ ૧/૨ કપ
  2. નારિયેળ ૧/૨ કપ
  3. દળેલી ખાંડ ૧/૪ કપ
  4. ક્રીમ ચીઝ ૧ કપ
  5. માખણ ૧/૨ કપ
  6. ઈંડું ૧
  7. બેકિંગ પાવડર ૧ નાની ચમચી
  8. બેકિંગ સોડા ૧/૨ નાની ચમચી
  9. વનીલા એસેંસ ૧ નાની ચમચી
  10. ચાસણી માટે
  11. ખાંડ ૩/૪ કપ
  12. પાણી ૧/૨ કપ
  13. પિસ્તા સજાવટ માટે

સૂચનાઓ

  1. અવન ને ૧૮૦ ડિગ્રી પર પ્રિહિટ કરો, મફિન ટીન ને માખણ લગાડી ગ્રીસ કરો.
  2. એક વાસણ મા રવો, દળેલી ખાંડ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ઉમેરી મિશ્ર કરો.
  3. બીજા વાસણમા ઈંડૂ, વનીલા એસેન્સ, પીગળેલ માખણ અને ક્રીમ ચીઝ ઉમેરી બરાબર ફેન્ટી લો.
  4. બન્ને વાસણ ની સામગ્રી એક સાથે ભેગી કરો, ખમણેલુ નારિયેળ ઉમેરી હળવા હાથે ફોલ્ડ કરો.
  5. તૈયાર ખીરૂ ગ્રીસ કરેલ મફિન ટીન પર રેડી દો, લગભગ ૩/૪ જેટલું ભરો.
  6. ૨૫ થિ ૩૦ મિનીટ માટે ૧૮૦ ડિગ્રી પર પ્રિ હિટ અવન મં બેક કરો. ટુથપીક નાખી ચેક કરી લો.
  7. જયાં સુધી કેક બેક થાય છે, તે દરમ્યાન ચાસણી બનાવીએ.
  8. એક પેન મા પાણી અને ખાંડ ઓગળે ત્યાં સુધી ઘીમાં તાપે ગરમ કરો. ખાંડ ઓગળી જાય તો ગેસ બંદ કરો.
  9. કેક બેક થાય તો ગરમ કેક પર ચાસણી રેડી દો. જેથી કરી કેક ચાસણી મા બરાબર શોષાય જાય.
  10. જ્યારે કેક મા ચાસણી મા શોષાય જાય તૌ પિસ્તા થી સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર