હોમ પેજ / રેસિપી / થાઈ રેડ કરી રાઇસ

Photo of Thai red curry rice by Bhavisha Talati at BetterButter
255
4
0.0(0)
0

થાઈ રેડ કરી રાઇસ

Jan-31-2019
Bhavisha Talati
30 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થાઈ રેડ કરી રાઇસ રેસીપી વિશે

સામાન્ય રીતે થાઈ રેડ કરી પેસ્ટ બહુ તીખી હોય છે અને તેનો એક અલગજ સ્વાદ હોય છે. કોકોનટ મિલ્કમાં આ પેસ્ટ મિક્સ કરીને તીખી ગ્રેવી બનાવમાં આવે છે. જેમાં મિક્સ શાકભાજી નાખીને બનાવવામાં આવર છે. અહીં મૈં આ પેસ્ટ વાપરીને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જે ટેસ્ટ માં તીખો અને બહુજ સરસ હોય છે. આશા રાખુ છું કે મારુ આ ઇનોવેશન તમને પસંદ આવશે.કયા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • થાઈ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. રેડ કરી પેસ્ટ બનાવા માટે
  2. 7-8 લાલ સુકા મરચાં
  3. 1 મોટી ચમચી આખા ધાણા
  4. 2-3 નાના કાંદા
  5. 1/2 લાલ શીમલામીર્ચ
  6. 3 ચમચી કોથમીર ની દંડી
  7. 1 ઇંચ ગલાંગલ અથવા આદુ નો ટુકડો
  8. 3 લીંબુ ના પાંદડા
  9. 1 ચમચી સમરેલું લેમન ગ્રાસ
  10. 3-4 કળી લસણ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ફ્રાઈડ રાઈસ બનાવા માટે
  13. 1 કપ ચોખા
  14. 1 કપ સમારેલાં કાંદા, રંગીન શીમલામીર્ચ, ગાજર અને તમારી પસંદના શાકભાજી
  15. 2 ચમચા ઝીણા સમારેલા લીલા કાંદા
  16. 2 ચમચા નારિયેળ નું દૂધ

સૂચનાઓ

  1. સૌપ્રથમ રેડ કરી પેસ્ટ ની બધી સામગ્રી મિક્સ કરીને મિક્સર માં નહીં અધકચરી પેસ્ટ બનાવો.
  2. ચોખા ને બરાબર પણી થી ધોઈને અડધો કલાક પલાળી રાખો.
  3. એક વાસણમાં ગરમ પાણી ઉકાળો
  4. તેમાં પલાળેલા ચોખા નાખી 80% જેટલા ચઢી જાય એટલે તેને ચારણી માં ગાળી લો.
  5. એક પેન માં 1 ચમચી તેલ નાખી ગરમ કરો.
  6. તેમાં સમારેલા આદુ અને લસણ નાખી 1 મિનિટ સાંતળો.
  7. પછી બધા શાકભાજી નાખી મોટા તાપ ઉપર 2-3 મિનિટ સાંતળો.
  8. હવે 2-3 મોટા ચમચા રેડ કરી પેસ્ટ ઉમેરી બરાબર મિક્ષ કરો.
  9. 2 ચમચી નારિયેળ નું દૂધ નાખી બરબાદ હલાવો.
  10. ભાત નાખી બધું બરાબર મિક્ષ કરો.
  11. જરૂરિયાત પ્રમાણે મીઠું નાખી 2-3 મિનિટ બધું બરાબર સાંતળો.
  12. ભાત ને પ્લેટ માં કાઢી લીલા કાંદા અને કોથમીર થી સજાવી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર