Photo of Falafel by Bhavisha Talati at BetterButter
357
4
0.0(0)
0

ફલાફલ

Feb-01-2019
Bhavisha Talati
300 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફલાફલ રેસીપી વિશે

આ મીડલ ઈસ્ટર્ન વાનગી પ્રોટીન થી ભરપુર અને બહું જ હેલ્થી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • મિડલ ઈસ્ટર્ન
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મગ
  2. 1 કપ છોલે ચણા
  3. 1 ચમચી લીલા આદુ મરચાં ની પેસ્ટ
  4. 1 કપ ઝીણી સમારેલી પાર્સલી
  5. 2 ચમચી ચણાનો લોટ
  6. 1 ચમચી લસણ
  7. મીઠું સ્વાદનુસાર
  8. તળવા માટે તેલ
  9. 4 પીટા બ્રેડ
  10. 1 કપ સલાડ ની ભાજી (લેટ્સ)
  11. 1 સમારેલું ટામેટું
  12. 1 સમારેલો કાંદો
  13. 1 નાની સમારેલી કાકડી
  14. લાલ ચટણી માટે
  15. 1 લાલ રંગનું શીમલામીર્ચ
  16. 4-5 કળી લસણ
  17. 2 મોટી ચમચી લાલ મરચું
  18. મીઠું સ્વાદનુસાર
  19. 1 ચમચી લીંબુનો રસ
  20. 1 નાની ચમચી જીરું પાવડર
  21. 1 કપ દહીં
  22. 2 ચમચી મેયોનીસ
  23. 2 ચમચી તાહીની પેસ્ટ
  24. મીઠું સ્વાદનુસાર
  25. જીરું પાવડર
  26. 2 ચમચી કાકડી ખમણેલી

સૂચનાઓ

  1. સૌપ્રથમ મગ અને છોલે ને 3-4 કલાક પલાળી રાખો.
  2. તેને પાણીથી બરાબર ધોઇને મિક્સર માં અધકચરા વાટી લેવા.
  3. સાથે પાર્સલી, આદુ મારચા અને મીઠું પણ નાખી મિક્સ કરવું અને પાછું એક વખત વાટી લેવું.
  4. ખીરામાં 2 ચમચી ચણાનો લોટ ઉમેરી ભજીયા તળી લેવા.
  5. હવે તીખી ચટણી માટે લાલ શીમલામીર્ચ, લાલ મરચું, મીઠું, જીરું, અને લીંબુનો રસ નાખી મિક્સર માં વાટી દેવું.
  6. 1 ચમચી કાકડી નું ખમણ લાઇ તેમાંથી પાણી નીચોવી દેવું.
  7. તાહીની, દહીં, મેયોનીસ, 3-4 લસણ ની કળી, મીઠું, જીરું નાખી મિક્સ કરવું.
  8. તેમાં ખમણેલી કાકડી નાખી મિક્સ કરવું.
  9. હવે પીટા બ્રેડ ને વચ્ચેથી કાપી પોકેટ ની જેમ ખોલવા.
  10. અહીં ફલાફલ નું પિકચર બતાવ્યું છે.
  11. તેમાં પહેલા તાહીની ની ચટણી અને લાલ ચટણી પાઠરવી.
  12. પછી તેમાં ભજીયા મુકવા.
  13. તેના ઉપર પાછી બન્ને ચટણી લગાવી.
  14. પછી સલાડ મિક્સ કરીને પાથરવું
  15. પાછી ચટણી લગાવી પીરસવું.
  16. પીટા બ્રેડ ને કાપ્યા વગર આખો ગરમ કરી તેના ઉપર બધીજ વસ્તુ પાથરી તેનો રોલ પણ બનાવીને પિરસી શકાય.
  17. અહીં રોલ નું પિકચર બતાવ્યુ છે.
  18. અથવા સલાડ નું પાંદડું લાઇ તેના ઉપર બંને ચટણી, ભજીયા અને સલાડ નાખી રોલ બનાવી પીટા વગર પણ સર્વ કરી શકાય. તે સૌથી વધારે હેલ્થી છે.
  19. પિકચર માં બધી રીતે સર્વ કરેલું બતાવ્યુ છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર