બટાકા ને બાફી લેવા. ગાજર વટાણા ને ઝીણા સમારી પાણી માં ઉકાળી લેવા. બટાકા નો છૂંદો કરી તેમાં મીઠું, મરી, વટાણા, ગાજર અને કેપ્સીકમ નાખી મિક્સ કરી લેવા. માવો જો ઢીલો લાગે તો થોડો કોર્ન ફ્લોર નાખી દેવાનો. અથવા બટાકા નાં માવા ને ફ્રીજ માં મૂકી દેવું. પેટીસ નો આકાર આપી દેવો. બર્ગર બન નાં માપ ની પેટીસ બનાવવી. કોર્ન ફ્લોર માં થોડું પાણી નાખી પેટીસ ને એમાં બોળી બ્રેડ ક્રંબસ માં રગદોળી તેલ માં તળી લેવી.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો