હોમ પેજ / રેસિપી / હુનાન ચિકન

Photo of Hunan chicken by Dimpal Patel at BetterButter
48
1
0.0(0)
0

હુનાન ચિકન

Feb-03-2019
Dimpal Patel
70 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હુનાન ચિકન રેસીપી વિશે

આ એક ચાઈનીઝ ડીશ છે. ટેસ્ટમાં થોડી ખાટી અને થોડી મીઠી ડીશ છે. કોઈ પણ પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પીરસી શકાય.

રેસીપી ટૈગ

 • નોન - વેજ
 • ડીનર પાર્ટી
 • ચાઇનીઝ
 • તળવું
 • સાંતળવું
 • સાથે ની સામગ્રી
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. હાડકા વગરની ચિકન - ૨૫૦ ગ્રામ
 2. સોયા સોસ - ૧ નાની ચમચી
 3. મેંદો - ૧/૨ કપ
 4. કોર્ન ફ્લોર - ૩ મોટી ચમચી
 5. કાળા મરીનો પાવડર - ૧૧/૨ મોટી ચમચી
 6. બેકિંગ સોડા - ૧/૨ નાની ચમચી
 7. તેલ - ૧ કપ
 8. મીઠું - ૧ નાની ચમચી
 9. ઝીણા સમારેલા આદુ લસણ - ૨ મોટી ચમચી
 10. ઝીણું સમારેલા લીલા મરચા - ૧ મોટી ચમચી
 11. લીલાં કાંદાનો સફેદ ભાગ (ઝીણા સમારેલાં ) - ૧/૪ કપ
 12. ઝીણું સમારેલું કેપ્સીકમ - ૧
 13. મધ - ૧ મોટી ચમચી
 14. ટોમેટો કેચપ - ૧ મોટી ચમચી
 15. વિનેગર - ૧/૨ નાની ચમચી
 16. સોયા સોસ - ૧૧/૨ નાની ચમચી
 17. ચીલી સોસ - ૧ નાની ચમચી
 18. લીલાં કાંદા નો લીલો ભાગ - ૨ મોટી ચમચી
 19. તેલ - ૧ મોટી ચમચી
 20. શેકેલા તલ - ૧ મોટી ચમચી

સૂચનાઓ

 1. ચિકન ને બરાબર ધોઈને નાના નાના ટુકડા કરી લેવા.
 2. ચિકન માં મીઠું અને સોયસોસ નાંખીને ૧ કલાક માટે ઢાંકીને રહેવા દેવી.
 3. એક વાડકીમાં મેંદો , મીઠું , કોર્ન ફ્લોર , મરી પાવડર જરૂર મુજબ પાણી નાંખીને ખીરું તૈયાર કરવું.
 4. બીજી વાડકીમાં સોયા સોસ , ચીલી સોસ , વિનેગર , ટોમેટો કેચપ , મધ અને ૧ મોટી ચમચી પાણી લઈ બરાબર મિક્ષ કરવું.
 5. ચિકન ના ટુકડાને મેંદાના ખીરામાં બોળી ને તળી લેવા.
 6. એક નોનસ્ટિક પેણીમાં ૧ મોટી ચમચી તેલ લેવુ. તેમાં ઝીણા કાપેલા આદુ , લસણ અને લીલાં મરચાં ૧ મિનિટ માટે સાંતરવા.
 7. ત્યારબાદ તેમાં લીલાં કાંદાનો સફેદ ભાગ કાપીને ૧ મિનિટ માટે સાંતરવો.
 8. પછી કેપ્સીકમ નાખવું.
 9. ત્યારબાદ તેમાં મીઠું , મરી પાવડર અને સોસ નું મિશ્રણ ઉમેરવું.
 10. ૧ મિનિટ પછી તળેલી ચિકન નાંખીને બરાબર મિક્ષ કરવું.ફરી ૧ મિનિટ થવા દેવું.
 11. લીલાં કાંદાનો લીલા ભાગ અને શેકેલા તલ થી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર