હોમ પેજ / રેસિપી / અચારી બ્રેડ

Photo of achari bread by Kalpana Parmar at BetterButter
495
4
0.0(0)
0

અચારી બ્રેડ

Feb-04-2019
Kalpana Parmar
10 મિનિટ
તૈયારી નો સમય
22 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અચારી બ્રેડ રેસીપી વિશે

અથાણું તો સોં ને પસંદ હોય છે ને બ્રેડ માં સ્ટફ અથાણાં ના નો ટેસ્ટ ખુબજ સારો લાગે છે નાસ્તા માં ને બહાર લઇ જવા માટે ખુબજ સારી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ મેંદો
  2. 1 નાની ચમચી ડ્રાય યીસ્ટ
  3. 1 નાની ચમચી ખાંડ
  4. 1 કપ હુંફાળું દૂધ
  5. 2 ચમચી બટર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. સ્ટફિંગ માટે
  8. 1 ડુંગરી ની પેસ્ટ
  9. 2 ટામેટાની પ્યૂરી
  10. 1 મોટી ચમચી તેલ
  11. 1/2 નાની ચમચી વરિયારી
  12. 1/4 ચમચી જીરું
  13. 1/4 ચમચી રાય
  14. 1/4 ચમચી મેથી દાણા
  15. 1/4 ચમચી કલોન્જી
  16. 1 મોટી ચમચી અથાણાં નો મસાલો
  17. 1 ચમચી લાલ મરચું પાવડર
  18. મીઠું સ્વાદ પ્રમાણે
  19. લીલા ધાણા ગાર્નીસ માટે

સૂચનાઓ

  1. 1/2 કપ હુંફાળું દૂધ માં ડ્રાય યીસ્ટ ને ખાંડ નાખીને મિક્સ કરીને ઢાંકીને 5 મિનિટ રાખો
  2. મેંદામાં મીઠું ને 1 ચમચી બટર નાખીને મિક્સ કરો યીસ્ટ વારું દૂધ નાખીને જરૂર પડે તો બીજું દૂધ નાંખીને રોટલી જેવો લોટ બાંધીને 2 મિનિટ બરાબર મસળીને થોડું બટર થી ગ્રીસ કરીને ઢાંકીને 30 મિનિટ માટે ડબલ થવા રાખો
  3. એક કડાઈ માં તેલ ગરમ કરો રાય જીરું મેથી કલોન્જી ને વરિયારી નો વઘાર કરો
  4. ડુંગરી ની પેસ્ટ નાખીને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો તેમાં ટામેટા ની પ્યૂરી લાલ મરચું પાવડર ને મીઠું નાખીને પાણી સુકાય ત્યાં સુધી કૂક કરો થોડું પણ પાણી ના રેહવું જોઈએ
  5. ગેસ બંધ કરી ને અથાણાં નો મસાલો ઉમેરો
  6. ડબલ થયેલા મેંદા માંથી મોટી રોટલી બનાવો તેના પર આચરી મસાલો લગાવી
  7. રોલ કરી લો રોલ ને ઉપર થી એક ઇંચ છોડીને વચ્ચે થી લાંબો કટ લગાવી બંને છેડા પકડીને એક બીજા પર વીટી દો
  8. રોલ ને ઉપર થી એક ઇંચ છોડીને વચ્ચે થી લાંબો કટ લગાવી બંને છેડા પકડીને એક બીજા પર વીટી દો
  9. ગ્રીસ કરેલી ટ્રે માં મૂકીને 10 મિનિટ ડબલ થવા રાખો
  10. 10 મિનિટ પછી પ્રિહિટ ઓવેન માં 160 પર 15 મિનિટ બેક કરો
  11. બેક થયા બાદ બટર થી બ્રશ કરી કટ કરી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર