હોમ પેજ / રેસિપી / બારબેકયું બર્ગર સેન્ડવીચ

Photo of BARBEQUE BURGER SANDWICH by Deepa Rupani at BetterButter
260
6
0.0(0)
0

બારબેકયું બર્ગર સેન્ડવીચ

Feb-05-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બારબેકયું બર્ગર સેન્ડવીચ રેસીપી વિશે

બર્ગર એ આપણા સૌ માટે જાણીતું નામ છે. ઈન્ટરનેટ દ્વારા જાણવા મળે છે કે સૌ પ્રથમ બર્ગર 1916 માં વોલ્ટર એન્ડરસન દ્વારા શોધવા માં આવ્યું હતું જેઓ White Castle (U S) નામ ની બર્ગર હોટેલ ના સ્થાપક હતા. આમ મૂળ અમેરિકા ના આ બર્ગર ને આપણે આપણા રોજિંદા જીવન માં બીજી ઘણી આંતરરાષ્ટ્રીય વાનગી સાથે વણી લીધું છે. આવા બર્ગર ને આજે મેં થોડી જુદી રીતે બનાવ્યું છે. જે બર્ગર અને સેન્ડવિચ ના સંગમ જેવું છે. ભોજન અને વાનગી માં નવીનતા જરૂરી છે જે દરેક ગૃહિણીઓ એ પોતાની સૂઝબૂઝ દ્વારા લાવવી જોઈએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • અમેરિકન
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 3

  1. 100 ગ્રામ પનીર ( નાના ટુકડા માં કાપેલું)
  2. 3 ટે.સ્પૂન ચીઝ સ્પ્રેડ
  3. 2 ટે. સ્પૂન લાલ સિમલા મરચાં ( ચોરસ ટુકડા માં કાપેલા)
  4. 2 ટે. સ્પૂન પીળા સિમલા મરચાં ( ચોરસ ટુકડા માં કાપેલા)
  5. 2 ટે. સ્પૂન લીલા સિમલા મરચાં ( ચોરસ ટુકડા માં કાપેલા)
  6. 5 ટે. સ્પૂન માખણ
  7. 3 બર્ગર બન
  8. 1/2 કપ બરબેક્યુ સોસ

સૂચનાઓ

  1. 2 ટે. સ્પૂન માખણ ગરમ કરી, પનીર અને સિમલા મરચાં ને સાંતળો.
  2. ત્યારબાદ બારબેકયું સોસ, મીઠું નાખી સરખું મિક્સ કરી થોડી વાર ચડવા દઈ આંચ બંધ કરો. આપણું stuffing તૈયાર છે.
  3. બર્ગર બન ને વચ્ચે થી કાપી બંને બાજુ ચીઝ સ્પ્રેડ લગાવો.
  4. વચ્ચે stuffing મૂકી ,થોડું માખણ મૂકી ને બર્ગર ને સેકો.
  5. ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર