હોમ પેજ / રેસિપી / ઇટાલિયન પીઝા

Photo of Italian pizza by Dimpal Patel at BetterButter
956
4
0.0(0)
0

ઇટાલિયન પીઝા

Feb-05-2019
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇટાલિયન પીઝા રેસીપી વિશે

આ એક ઇટાલિયન ડીશ છે. નાના - મોટા સૌને પસંદ પડે તેવી ડીશ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઇટાલિયન
  • પેન ફ્રાય
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. પીઝા બ્રેડ - ૩
  2. પીઝા સોસ - ૧/૪ કપ
  3. કાંદા - ૧
  4. ટામેટું - ૧
  5. કેપ્સીકમ - ૧
  6. બાફેલા મકાઈના દાણા - ૨ મોટી ચમચી
  7. પનીર - ૫૦ ગ્રામ
  8. મોઝરેલા ચીઝ - ૧/૨ કપ
  9. પીઝા મસાલો - ૨ મોટી ચમચી
  10. ઓરેગાનો - ૧ નાની ચમચી
  11. ચીલી ફ્લેકસ - ૧ નાની ચમચી
  12. બટર - ૧/૪ કપ

સૂચનાઓ

  1. કાંદાના ચોરસ ટુકડા કરવા. પછી તેના પડ છુટ્ટા કરી લેવા.
  2. કેપ્સીકમ , પનીર અને ટામેટાના પણ ચોરસ ટુકડા કરી લેવા.
  3. એક નોનસ્ટિક પેણીમાં ૧ નાની ચમચી બટર લેવું. પછી તેમાં કાંદાના ટુકડા ૧ થી ૨ મિનિટ સાંતરવા. પછી તેમાં ૧ નાની ચમચી પીઝા મસાલો નાંખીને એક બાઉલમાં કાઢી લેવું.
  4. એ જ રીતે ટામેટાં , કેપ્સીકમ , પનીર અને મકાઈના દાણા પણ સાંતરીને કાંદા સાથે મિક્સ કરી લેવા.
  5. પીઝા બ્રેડ પર પહેલા બટર લગાડવું. તેની ઉપર પીઝા સોસ લગાડવો. પછી કાંદાનું મિશ્રણ પાથરવું. તેની ઉપર મોઝરેલા ચીઝ પાથરવું. ત્યારબાદ ઓરેગાનો અને ચીલી ફ્લેકસ નાંખવો.
  6. પહેલેથી ગરમ કરેલા ઓવનમાં પીઝા મૂકીને ૧૫૦℃ પર ૭ થી ૮ મિનિટ માટે થવા દેવું.
  7. ટોમેટો કેચપ સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર