હોમ પેજ / રેસિપી / કુકી ડો બાઇટ્સ

Photo of COOKIE DOUGH BITES by Deepa Rupani at BetterButter
11
10
0.0(0)
0

કુકી ડો બાઇટ્સ

Feb-06-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કુકી ડો બાઇટ્સ રેસીપી વિશે

કુકી dough એ સ્વાદિષ્ટ અને મીઠી વાનગી છે. આ ઉનાળા માટે બહુ સારું છે કારણ કે એમાં કાઈ રાંધવાનું નથી તથા ઠંડુ ખાવાનું હોય છે. કુકી નથી બનાવની એટલે બેકિંગ પાવડર ની જરૂર નથી. કુકી dough ને એમ જ તો ખવાય જ છે સાથે સાથે તેને ડેસર્ટ ના બેઝ તરીકે, કપ કેક્સ, બ્રાઉની માં પણ વાપરી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • અમેરિકન
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મેંદો
  2. 1/2 કપ માખણ
  3. 1/3 કપ ખાંડ
  4. 1/3 કપ brown sugar
  5. 1/4 ટી. સ્પૂન મીઠું
  6. 1 ટી. સ્પૂન વેનીલા એસન્સ
  7. 3/4 કપ ચોકલેટ ચિપ્સ

સૂચનાઓ

  1. માખણ તથા બંને જાત ની ખાંડ એક મોટા વાસણ માં લઇ બીટર થી હલકું થાઈ ત્યાં સુધી બીટ કરો.
  2. લોટ ને કોરો થોડો સેકી લેવો અથવા માઇક્રો વેવ કરી લેવો જેથી કાચો ના રહે.
  3. ત્યાર બાદ લોટ, મીઠું, એસન્સ નાખી એકદમ સરખું મિક્સ થઈ ત્યાં સુધી મિક્સ કરો.
  4. છેલ્લે ચોકલેટ ચિપ્સ નાખી મિક્સ કરો.
  5. હવે સરખું મસળી ને નાના નાના બોલ બનાવી ફ્રીઝ માં લગભગ 20 મિનિટ ઠંડા કરી પછી ખાવા ના ઉપયોગ માં લેવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર