હોમ પેજ / રેસિપી / પાવ ભાજી ફોનડયું

Photo of PAV BHAJI FONDUE by Deepa Rupani at BetterButter
1
8
0.0(0)
0

પાવ ભાજી ફોનડયું

Feb-07-2019
Deepa Rupani
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાવ ભાજી ફોનડયું રેસીપી વિશે

ફોનડયું એ આમ તો સૌ પ્રથમ સ્વિઝેરલંડ માં બન્યું હતું પરંતુ હવે વિશ્વભર માં પ્રખ્યાત થઈ ગયું છે. ફોનડયું મુખ્યત્વે ચીઝ અને ચોકલેટ લોકો ની પસંદ માં આવે છે પરંતુ આપણે તેમાં પણ કાઈ નવીનતા લાવીએ જ છીએ. એવું જ એક fusion fondue આજે અહીં પ્રસ્તુત છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • મિશ્રણ
 • ઉકાળવું
 • સ્નેક્સ
 • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 3

 1. 3 કપ તૈયાર ભાજી (પાવ ભાજી ની)
 2. 3 બન
 3. 1/2 કપ ખમણેલું ચીઝ
 4. 6 ટે સ્પૂન માખણ
 5. 1 ટે. સ્પૂન ચીલી ફ્લેક્સ
 6. 1 ટે. સ્પૂન ઓરેગાનો
 7. 1 ટે. સ્પૂન મિક્સ હર્બસ
 8. 1 ટે. સ્પૂન લાલ મરચુ ( વૈકલ્પિક)
 9. 2 ટે સ્પૂન ઝીણી સુધારેલી ડુંગળી.

સૂચનાઓ

 1. સૌ પ્રથમ તૈયાર ભાજી ને થોડું પાણી નાખી ને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો.
 2. હવે તેમાં જરૂર પૂરતું મીઠું, મરચું નાખી ને ધીમી આંચ પર ગરમ મુકો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
 3. એ થાય ત્યાં સુધી હર્બ બ્રેડ તૈયાર કરી લઈએ. બન ના નાના નાના ટુકડા કરી લો.
 4. બધા હર્બસ મિક્સ કરી લો. 4 ટે. સ્પૂન માખણ ગરમ મુકો. ઓગળે એટલે મિક્સ કરેલા હર્બસ નાખી બન ના ટુકડા નાખી ઉછાળી ને મિક્સ કરી લો જેથી બધા હર્બસ સરખી રીતે બન પર લાગી જાય.
 5. ભાજી ઉકળવા લાગે એટલે તેમાં 2 ટે સ્પૂન માખણ અને ચીઝ નાખી મિક્સ કરી,બધું એકરસ થાય ત્યાં સુધી રાખો. થોડું ચીઝ ઉપર ભભરાવો રાખી લો.
 6. જ્યારે સર્વ કરવું હોય ત્યારે fondue પોટ માં ભાજી કાઢી, ચીઝ & ડુંગળી થી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર