હોમ પેજ / રેસિપી / મેક્સિકન સલાડ

Photo of MEXICAN SALAD by Deepa Rupani at BetterButter
541
6
0.0(0)
0

મેક્સિકન સલાડ

Feb-10-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક્સિકન સલાડ રેસીપી વિશે

સલાડ એ કોઈ પણ પ્રાંત કે દેશ ના ભોજન નું મહત્વ નું છે. સલાડ જુદા જુદા ડ્રેસિંગ સાથે પીરસાય છે જે મેનુ, પસંદ અને જગ્યા પ્રમાણે પસંદ થાય છે. વિદેશી સલાડ મહત્તમ રૂપે ડ્રેસિંગ વાળા હોય છે. અમુક વિદેશી સલાડ આપણે ભારતીયો એ બહુ જ પસંદ કર્યા છે અને આપણા રોજિંદા ભોજન માં આવરી લીધા છે. હા, આપણે આપણા સ્વાદ પ્રમાણે ફેરફાર કરીયે છીએ. પ્રસ્તુત છે એવું એક વિદેશી સલાડ જે ભારત માં ખૂબ પ્રખ્યાત છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મેક્સિકન
  • ઠંડુ કરવું
  • સલાડ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ બાફેલા રાજમા
  2. 1 કપ બાફેલા મકાઈ ના દાણા
  3. 1 કપ સુધારેલા ટામેટા
  4. 1 કપ સુધારેલા 3 કલર ના સિમલા મરચાં
  5. 3/4 કપ ટુકડા કરેલા નાચો ચિપ્સ
  6. ડ્રેસિંગ માટે:
  7. 3 ટે. સ્પૂન ઓલિવ ઓઇલ
  8. 1 ટે. સ્પૂન ચીલી ફ્લેક્સ
  9. 2 ટી.સ્પૂન ઓરેગાનો
  10. 1 ટે. સ્પૂન લીંબુ નો રસ
  11. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. ઓલિવ ઓઇલ અને લીંબુ ના રસ ને બીટ કરો અને પછી તેમાં બાકી ની ડ્રેસિંગ ની સામગ્રી ઉમેરી સરખી રીતે મિક્સ કરો.
  2. નાચો ચિપ્સ સિવાય ની સલાડ ની બધી સામગ્રી એક મોટા bowl માં મિક્સ કરો.
  3. ડ્રેસિંગ ઉમેરી સરખી રીતે મિક્સ કરો. પીરસતી વખતે જ ચિપ્સ નાખવી. થોડી નાચો ચિપ્સ સજાવવા માટે રાખવી.
  4. ચિપ્સ થી સજાવી ઠંડુ પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર