હોમ પેજ / રેસિપી / મહાલાબીઆ

Photo of Mahalabia by Kamal Thakkar at BetterButter
516
6
0.0(0)
0

મહાલાબીઆ

Feb-11-2019
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મહાલાબીઆ રેસીપી વિશે

આ એક મિડલ એક્સ્ટર્ન ડેઝર્ટ છે જે બનાવો માં ખૂબ સરળ અને ખાવા માં એકદમ સ્વાદિષ્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મિડલ ઈસ્ટર્ન
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. દૂધ ૫૦૦ મિલી લિટર
  2. ખાંડ ૧/૨ કપ
  3. કોર્નફ્લોર ૨ ચમચી
  4. ગુલાબજળ ૨ ચમચી
  5. પિસ્તા અને બદામ

સૂચનાઓ

  1. એક પેન માં દૂધ અને ખાંડ ઉમેરીને ગરમ થવા મુકો.
  2. એક વાટકી માં બે ચમચી કોર્નફ્લોર લાઇ લો.
  3. આમાં બે ચમચી ઠંડુ દૂધ નાખીને એકરસ કરી લો.
  4. દૂધ ઉકળવા માંડે એટલે ગેસ ધીમો કરી આ મિશ્રણ ઉમેરો.સતત હલાવો એટલે ગંઠા ના પડે.
  5. ૩-૪ મિનિટ હલાવશો એટલે દૂધ ઘટ્ટ થાય જશે.ગેસ બેન્ડ કરી બે ચમચી ગુલાબજળ ઉમેરો.
  6. ગેસ બેન્ડ કર્યા પછી પણ થોડી વાર હલાવો એટલે ઉપર મલાઈ ના જામે.
  7. પછી જે બોલ્સ માં પીરસવાનું હોય એમાં રેડી દો.
  8. ઠંડુ થાય એટલે ફ્રિજ માં સેટ થવા મૂકી દો.૨-૩ કલાક પછી કાઢી ને મહાલાબીએ ની ઉપર પિસ્તા ને બદામ ની કતરણ નાખીને પીરસો અથવા ગુલાબ નું શરબત ઉપર એક મોટી ચમચી નાખી ને પછી પિસ્તા ઉમેરીને સર્વ કરો.
  9. ઠંડુ મહાલાબીએ જેમાં ગુલાબ ની ફ્લેવર હોય છે ખુબજ સરસ લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર