હોમ પેજ / રેસિપી / પનીર રાવીઓલી મખાની ગ્રેવીમાં

Photo of Paneer ravioli with makhani gravy by Bhavisha Talati at BetterButter
709
5
0.0(0)
0

પનીર રાવીઓલી મખાની ગ્રેવીમાં

Feb-12-2019
Bhavisha Talati
60 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર રાવીઓલી મખાની ગ્રેવીમાં રેસીપી વિશે

આ એક ઇટાલિયન અને ઇન્ડિયન વાનગીને મિક્સ કરીને ફ્યુઝન ડીશ બનાવમાં આવી છે. ઇટાલિયન રાવીઓલી ને પનીર થઈ ભરીને બનવી છે એને તેને મખાની ગ્રેવી સાથે સર્વે કરી છે. બહુજ સરસ કોમ્બીનેશન છે જે બાળકો ને બહુ પસંદ આવે તેવી રેસીપી છે. તેમાં મેં મલ્ટિગ્રેન લોટ વાપર્યો છે અને લાલ કાબેજ ના પાણી થી લોટ બાંધીને હેલ્થી બનાવિયો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન
  • બેકિંગ
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મલ્ટિગ્રેન લોટ
  2. 1 કપ લાલ કૅબાજ નું પાણી
  3. 2 ચમચી તેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/2 કપ ખમણેલું પનીર
  6. 1/2 કપ ઝીણા સમારેલા રંગીન શીમલામીર્ચ
  7. 2 ચમચી ઝીણી સમારેલી પાલક
  8. 1 મરચું ઝીણું સમારેલું
  9. મીઠું અને મરીનો ભૂકો
  10. 2 કપ ટમેટા પ્યૂરી
  11. 2 ચમચી કાજુ નો ભૂકો
  12. 1 ચમચી ટમેટા સોસ
  13. 1 ચમચી ગરમ મસાલો
  14. મીઠું સ્વાદાનુસાર
  15. 2 ચમચી ક્રીમ
  16. 1 ચમચી કાશ્મીરી મરચું

સૂચનાઓ

  1. પહેલા લોટ માં મીઠું અને તેલ ઉમેરી લાલ કૅબજ ના પાણીથી કઠણ લોટ બાંધી દેવો.
  2. તેને ઢાંકી ને 15 મિનિટ રહેવાદો.
  3. ત્યાં સુધી પનીર માં બધા શાકભાજી, મીઠું અને મરી નાખીને 3-4 મિનિટ સાંતળવા.
  4. હવે લોટ માંથી નાની નાની પુરી વણી લેવી.
  5. એક પુરી ઉપર પનીર નું મિશ્રણ મૂકી તેના પર બીજી પુરી મૂકી દો.
  6. બને પૂરીને ફોર્કની મદદથી કિનારીને કાપા પાડી દેવા.
  7. હવે આ રવીઓલી ને ઉકળતાં પાણીમાં 15-20 મિનિટ ઉકાળી પાણી ગાળી લેવું.
  8. એક વાસણ માં માખણ મૂકી ટમેટા પ્યૂરી નાખવી.
  9. તેમાં કાજુ નો ભૂકો, ગરમ મસાલો, મીઠું, મરચું અને ટમેટા સોસ ઉમેરી બરાબર ઉકાળવું.
  10. પછી કસૂરી મેથી અને ક્રીમ નાખી મિક્સ કરવું.
  11. એક સેર્વિગ પ્લેટ માં પહેલા ગ્રેવી પાથરવી.
  12. તેના ઉપર રવીઓલી નાખી ઉપર ચીઝ ભભરાવી 15 મિનિટ 350 ડિગ્રી F પર ગરમ કરવું.
  13. બેઝિલ ના પાંદડા થી સઝાવી પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર