હોમ પેજ / રેસિપી / આલુ ટીક્કી બર્ગર

Photo of Aaloo tikki burger by Bhumika Gandhi at BetterButter
142
4
0.0(0)
0

આલુ ટીક્કી બર્ગર

Feb-13-2019
Bhumika Gandhi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ ટીક્કી બર્ગર રેસીપી વિશે

આલુ ટીક્કી બર્ગર બધાને જ ભાવે છે અને ખાસ કરીને યંગ સ્ટર ને તો બહુંજ ભાવે છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • એકલા
 • શેલો ફ્રાય
 • સાઈડ ડીશેસ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. ૨ મોટા બટાકા બાફેલા અને મેષ કરેલા
 2. ૧/૨ કપ બ્રેડ નો ભૂકો
 3. ૧/૨ કપ બાફેલા વટાણા
 4. ૧ ચમચી કોર્ન ફ્લોર
 5. ૨ ચમચી સમારેલી કોથમીર
 6. ૧ ચમચી લીંબુ નો રસ
 7. ૧ ચમચી ખાંડ
 8. ૧/૨ ચમચી ગરમ મસાલો
 9. નમક સ્વાદાનુસાર
 10. તેલ જરૂર પ્રમાણે
 11. ૨ બર્ગર બન્સ
 12. ૪ થી ૫ ચમચી ટોમેટો કેચઅપ
 13. ૨ ચમચી બટર
 14. ૨ ચમચી મેયોનિઝ
 15. ૨ ડુંગળી ની સ્લાઈસ
 16. ૨ ટોમેટો ની સ્લાઇસ
 17. ૨ ચીઝ ની સ્લાઈસ

સૂચનાઓ

 1. સૌ પ્રથમ તેલ સિવાયની બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લો અનેઅડધા બ્રેડ ક્રમ્સને તેમાંથી અલગ રાખો
 2. આ સામગ્રીમાંથી આલુ ટિક્કી બનાવી બાકી બચાવેલા બ્રેડ ક્રમ્સમાં રગદોળીને શેલો ફ્રાય કરો.
 3. ત્યારબાદ બર્ગર બનને વચ્ચેથી કાપી અંદરના ભાગ પર બટર લગાવી દો અને તેને પેનમાં શેકી લો.
 4. હવે તેના એક ભાગ પર કેચઅપ લગાવી દો
 5. ત્યારબાદ મેયોનિઝ સ્પ્રેડ કરો.
 6. હવે આલુ ટીક્કી મુકો
 7. તેના ઉપર 2 ટમેટાની સ્લાઈસ અને ડુંગળીની સ્લાઈસ મુકો.
 8. તેની ઉપર ચીઝ સ્લાઈસ મુકો 
 9. તેના ઉપર બન નો બીજો ભાગ મૂકી દો.
 10. કેચપ જોડે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર