હોમ પેજ / રેસિપી / વેજિટેબલ ટોર્ટીઆ સૂપ

Photo of VEGETABLE TORTILLA SOUP by Deepa Rupani at BetterButter
455
4
0.0(0)
0

વેજિટેબલ ટોર્ટીઆ સૂપ

Feb-19-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજિટેબલ ટોર્ટીઆ સૂપ રેસીપી વિશે

આ સૂપ નાચો ચિપ્સ ના કુરમુરા તથા શાક ના રસદાર સ્વાદ નો સંગમ છે. મુખ્ય રૂપે ટામેટા ની સાથે,શાક તથા મકાઈ ના દાણા પણ છે. ક્રિસ્પી નાચો ચિપ્સ અને ચીઝ આ સૂપ ને વધારે આકર્ષક બનાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • મેક્સિકન
  • ઉકાળવું
  • સૂપ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 10 મોટા ટામેટા
  2. 1 ટે સ્પૂન ઝીણા સુધારેલા ગાજર
  3. 1 ટે સ્પૂન ઝીણી સુધારેલી ફણસી
  4. 1/4 કપ મકાઈ ના દાણા(બાફેલા)
  5. 1 ટે સ્પૂન ઝીણું સુધારેલું લસણ
  6. 2 ઝીણી સુધારેલી ડુંગળી
  7. 2 ટે સ્પૂન માખણ
  8. 1 ટી સ્પૂન લાલ મરચું
  9. 1/2 ટી સ્પૂન ખાંડ
  10. 1 ટે સ્પૂન કોર્ન ફ્લોર ( 1 કપ પાણી માં ઓગાળેલો)
  11. 2 કપ ભૂકો કરેલી નાચો ચિપ્સ
  12. 4 ટે સ્પૂન ખમણેલું ચીઝ
  13. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. ટામેટા ને ધોઈ, સુધારી, કુકર માં બાફી લો. ઠંડા થાય એટલે ગ્રાઇન્ડ કરી ગાળી લો.
  2. હવે એક વાસણ માં માખણ ગરમ કરી ડુંગળી લસણ ને 1-2 મિનિટ માટે સાંતળો. પછી ગાજર, ફણસી નાખી ને 2-3 મિનિટ સાંતળો.
  3. હવે ટામેટા ની પ્યૂરી, ઓગાળેલો કોર્ન ફ્લોર, મકાઈ દાણા, મરચું, ખાંડ, મીઠું અને આશરે 2 કપ પાણી નાખી ઉકાળો આવા દો.
  4. ઉકળવા નું ચાલુ થાય એટલે ,ધીમી આંચ પર 5-7 મિનિટ ઉકળવા દો.
  5. પીરસતી વખતે નાચો ચિપ્સ ઉમેરો અને ખમણેલા ચીઝ થી સજાવી, ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર