હોમ પેજ / રેસિપી / એપલ સિનમન મફીન્સ

Photo of APPLE CINNAMON MUFFINS by Deepa Rupani at BetterButter
151
6
0.0(0)
0

એપલ સિનમન મફીન્સ

Feb-20-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

એપલ સિનમન મફીન્સ રેસીપી વિશે

મફીન્સ, ટી કેક્સ આપણે સૌ પસંદ કરીયે છીએ, એવી જ રીતે સફરજન અને તજ ની સ્વાદ પણ સૌ ની પસંદ છે. રોજ નું એક સફરજન ડૉક્ટર ને દૂર રાખે છે એ વાત થી આપણે સૌ માહિતગાર છીએ જ તેમ છતાં ઘણા બાળકો તેમ જ વડીલો સફરજન ખાવા માં કતરાય છે તો તેમને સફરજન ખવડવાનો આ ઉત્તમ રસ્તો છે. વળી આ મફીન્સ ઈંડા વિના ના અને ઘઉં ના લોટ થી બનાવ્યા છે તો સ્વાસ્થ્યપ્રદ પણ છે જ.

રેસીપી ટૈગ

 • ઈંડા વિનાનું
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • અમેરિકન
 • બેકિંગ
 • ડેઝર્ટ
 • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

 1. 3/4 કપ સુધારેલા સફરજન
 2. 1 કપ ઘઉં નો લોટ
 3. 1/2 કપ ખાંડ
 4. 1/2 ટી સ્પૂન બેકિંગ સોડા
 5. 1/2 ટી સ્પૂન તજ પાવડર
 6. 1/2 ટી સ્પૂન વેનીલા એસન્સ
 7. 1/2 ટે સ્પૂન વિનેગાર
 8. ચપટી મીઠું

સૂચનાઓ

 1. 1. એક મોટા વાસણ માં ઘઉં નો લોટ, મીઠું અને બેકિંગ સોડા સાથે ચાળી લો.
 2. એક વાસણ માં ખાંડ અને 1/2 કપ પાણી નાખી, મધ્યમ આંચ પર 2-3 મિનિટ કુક કરો. સતત ચલાવતા રહો.
 3. આંચ બંધ કરી, તેમાં વિનેગર, એસન્સ, માખણ નાખી બરાબર મિક્સ કરો.
 4. હવે તેમાં લોટનાખી, સાથે આશરે 2 ચમચી પાણી નાખી, એકદમ સરખી રીતે મિક્સ કરો
 5. છેલ્લે સફરજન નાખી સરખું મિક્સ કરો.
 6. હવે મફિન ટ્રે માં પેપર કપ મૂકી તેમાં batter નાખી, થાપથપાવી દો, જેથી બેટર સરખા સેટ થાય જાય. ઉપર તજ પાવડર છાંટો.
 7. પહેલે થી ગરમ કરેલા ઓવન માં મફિન ટ્રે arrange કરો. અને 180℃ પર, 20 મિનિટ માટે બેક કરો. ટૂથ પિક થી ચેક કરી લેવું
 8. હૂંફાળા સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર