હોમ પેજ / રેસિપી / શક્કરિયા અને ગોળ ની હેલ્ધી કુકીઝ.

Photo of Sweet poteto n jeggary cookies. by Naina Bhojak at BetterButter
20
5
0.0(0)
0

શક્કરિયા અને ગોળ ની હેલ્ધી કુકીઝ.

Feb-26-2019
Naina Bhojak
20 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શક્કરિયા અને ગોળ ની હેલ્ધી કુકીઝ. રેસીપી વિશે

શિવરાત્રીના તહેવાર માં શક્કરિયા ખાવા માં આવે 6 બાફેલા કે પછી શાક બનાવી ને કે ફરસાણ પણ બનાવાય 6 પણ શે મેં એમ કૈક નવું કરીને નાના થઈ લઈને મોટેરા સૌને ભાવે એવા કુકીઝ બનાવ્યા 6 આમતો શક્કરિયા ભારત કરતા પણ વિદેશોમાં ખુબજ ઉપયોગ માં લેવામાં આવે 6 એ કન્દ 6 અને રુટ (કન્દ) માં રેસનું પ્રમાણ વધારે હોવાથી શક્કરિયા પચવા માં ખૂબ આસાન 6 શક્કરિયા ના રેસા ને લીધે એમ ફાયબર નું પ્રમાણ વધારે હોવાથી પાચન ક્રિયા માં આ વાનગી સારી 6 એમાંય એને વધારે હેલ્ધી બનાવવા મેં એમ ખાંડ ની જગ્યાએ ગોળ નો ઉપયોગ કર્યો 6 અને ઘી પણ એકજ ચમચી નો ઉપયોગ કર્યો 6 વળી આ ફરાળી કુકીઝ બનાવવા મેં મેંદા ની જગ્યાએ રાજગરા ના લોટ નો ઉપયોગ કર્યો છે. તો જોઈએ આ અદભુત ફરાળી વાનગી સ્પેશિયલ શિવરાત્રી માટે..

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • તહેવાર
 • ગુજરાત
 • શેકેલું
 • પીસવું
 • બેકિંગ
 • બાફવું
 • સ્નેક્સ
 • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

 1. બાફેલા શક્કરિયા 3 નંગ
 2. રાજગરા નો લોટ અડધી વાટકી
 3. ગોળ છીણેલો અડધી વાટકી
 4. ઘી એક મોટી ચમચી
 5. પા ચમચી ઈલાયચી પાવડર

સૂચનાઓ

 1. શક્કરિયા નો બાફીને છોલી લો .
 2. ઠંડા થાય એટલે હાથે થઈ ભાગી ને માવો બનાવો
 3. એકદમ ઠંડુ થયા પછી એમ રાજગરા નો લોટ
 4. અને ગોળ તથા ઘી અને ઈલાયચી ઉમેરીને
 5. લોટ રેડી કરો
 6. આમ ક્યાંય પાણી કે દૂધ ની જરૂર પડતી નથી
 7. શક્કરિયા અને ગોળ થીજ લોટ રેડી થઈ જશે.
 8. હોવી કુકીઝ મોલ્ડ માં માવો ભરીને અનમોલ્ડ કરીને રેડી કરો
 9. હવે કુકીને બટરપેપર પર ઘી લગાવી ને ગોઠવી દો.
 10. ઓવેન હોય તો 180 ડિગ્રી પર 12 મિનિટ માટે શેકાવા દો
 11. આપણે પસંદ હોય એ સૂકોમેવો થઈ સજાવી ને શેકવા માટે મુકો.
 12. જો ઓવેન ના હોય તો કઢાઈ માં નીચે મીઠું મૂકી ને કાંઠલો ઘોઠવી એના પર
 13. કુકીની ડીશ મૂકી 25 મિનિટ માટે ધીમા થી
 14. મીડિયમ તાપે શેકાવા દો.
 15. ત્યારબાદ ઠંડા થાય એટલે આ હેલ્ધી કુકી નો આનન્દ લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર