હોમ પેજ / રેસિપી / એવોકાડો સ્પ્રિંગ રોલ

Photo of Avocado spring roll by Bhavisha Talati at BetterButter
356
6
0.0(0)
0

એવોકાડો સ્પ્રિંગ રોલ

Feb-26-2019
Bhavisha Talati
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

એવોકાડો સ્પ્રિંગ રોલ રેસીપી વિશે

ચાઈનીઝ સ્પ્રિંગ રોલ સામાન્ય રીતે શાકભાજી નહીં તો નૂડલ્સ ભરીને બનાવમાં આવે છે. એવોકાડો એક બહુ હેલ્થી અને વિટામિન થી ભરપુર ફળ છે. આને મેં એરફ્રાયર માં બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ચાઇનીઝ
  • એર ફ્રાઈગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. સ્પ્રિંગ રોલ રેપર 8 નંગ
  2. 3 એવોકાડો
  3. 1 કાંદો
  4. 2 ટામેટા
  5. 1 ચમચી લીલા મરચાં
  6. 1 ચમચી લસણ
  7. 2 ચમચી કોથમીર
  8. 1 ચમચી લીંબુ નો રસ
  9. 1/2 કપ બાફેલી મકાઈ
  10. 2 ચમચી મેંદો
  11. 2 ચમચી પાણી
  12. 2 ચમચી તેલ
  13. સ્વીટ ચીલી સોસ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બધાં શાકભાજી ને ઝીણા સમારી દો.
  2. બધું મિક્સ કરી તેમાં લીંબુનો રસ અને મીઠું નાખી બરાબર હલાવી દો.
  3. હવે એક સ્પ્રિંગ રોલ રેપર લઈ તેમાં વચ્ચે બે ચમચી એવોકાડો નું મિક્સર મુકો.
  4. 2 ચમચી મેંદો લઈ તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો.
  5. સ્પ્રિંગ રોલ ને બધી બાજુથી વાળી દો.
  6. તેના કોર્નર માં મેદા ની પેસ્ટ લગાવી બરાબર ચિપકાવી દો.
  7. આવી રીતે બધા સ્પ્રિંગ રોલ તૈયાર કરી દેવા.
  8. હવે એર ફ્રાયર ને ગરમ કરી તેમાં સ્પ્રિંગ રોલ મુકવા.
  9. થોડુંક તેલ બ્રશ થી લગાવી દેવું અને 10 -15 મિનિટ ગરમ કરવા.
  10. તેને સેરવિંગ પ્લેટ માં કાઢી તમારી પસંદગીના સોસ સાથે સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર