હોમ પેજ / રેસિપી / હેલ્ધી ગ્રીન પાસ્તા

Photo of Healthy Green Pasta by alok chatt at BetterButter
21
3
0.0(0)
0

હેલ્ધી ગ્રીન પાસ્તા

Feb-27-2019
alok chatt
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હેલ્ધી ગ્રીન પાસ્તા રેસીપી વિશે

એકદમ અલગ સરળ અને સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ઇટાલિયન
 • સ્નેક્સ
 • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 3

 1. પાસ્તા ૨૦૦ ગ્રામ
 2. ટમેટાં મધ્યમ સાઈઝના ૨ નંગ
 3. તેલ ૧ મોટો ચમચો (ઓલિવનું હોય તો સારું)
 4. પાલક ૧ ઝૂડી
 5. લીલા મરચાં ૨ નંગ
 6. શેકેલા સીંગદાણા ૧ નાની વાડકી
 7. કેપ્સિકમ ૧ નંગ
 8. ફ્રેશ ક્રીમ ૨ ચમચી
 9. ચીઝ ૨ ક્યુબ
 10. મીઠું સ્વાદાનુસાર
 11. પાણી પાસ્તા ડૂબે એટલું

સૂચનાઓ

 1. સૌ પ્રથમ એક ડીપ પેનમાં પાણી લો તેમાં પાંચ મિનિટ પાલક બ્લાન્ચ કરી લો.
 2. હવે એ જ પેનમાં પાણી લઈ તેમાં મીઠું નાખી ઉકાળો. પાણી થોડું ઉકળે એટલે તેમાં પાસ્તા નાખીને બાફી લો.
 3. પાસ્તા બફાઈ જાય એટલે તેને ચારણીમાં કાઢી તેની પર ઠંડુ પાણી નાખી દેવું અને માથે થોડું તેલ પણ છાંટી લેવું જેથી પાસ્તા ચોંટે નહીં.
 4. બીજી તરફ પાસ્તા બફાઈ ત્યાં સુધીમાં ટમેટાં મીડીયમ સાઈઝના સમારી લો. એક ફ્રાયઇંગ પેનમાં થોડું તેલ લઈ તેમાં ટમેટાં ઉમેરી તેને ચડવા દો.
 5. હવે એક મિક્સરમાં બ્લાન્ચ કરેલી પાલક, લીલા મરચાં, શેકેલા સીંગદાણા એક ચમચી તેલ લઈને તેની પેસ્ટ બનાવી લો.
 6. ટમેટાં ચડી જાય એટલે તેના ટુકડા બહાર કાઢી એ તેલ એમ જ રહેવા દેવું. એ તેલમાં કેપ્સિકમ ધીમા ગેસ પર સાંતળો હવે તેમાં બાફેલા પાસ્તા અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીને સરખું મિક્સ કરી લો.
 7. તેમાં ફ્રેશ ક્રીમ, ખમણેલું ચીઝ, મીઠું, ઓરેગાનો સિઝનિંગ, મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી દો. સાંતળેલા ટમેટાં ઉમેરીને સર્વ કરો. તૈયાર છે હેલ્ધી ગ્રીન પાસ્તા..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર