હોમ પેજ / રેસિપી / થેપલા વ્રેપસ

Photo of Thepla wraps by Dhara joshi at BetterButter
322
3
0.0(0)
0

થેપલા વ્રેપસ

Feb-27-2019
Dhara joshi
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થેપલા વ્રેપસ રેસીપી વિશે

થેપલા વ્રેપસ એ ફયુઝન રેસીપી છે. જે કાચી કેરી ના થેપલા માં અંકુરિત મગ અને લાલ, પીળા શીમલા મરચા માં પીઝા સોસ અને મેયોનીઝ ઉમેરી ને બનાવવા માં આવ્યા છે. જે હેલ્ધી અને ટેસ્ટી છે. બાળકો માટે પૌષ્ટિક છે. અને ઉનાળા માટે અનુકુળ રેસીપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • શેલો ફ્રાય
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. થેપલા માટે :
  2. 1 1/2 કપ ઘઉં નો લોટ
  3. 1/2 કપ ખમણેલ કાચી કેરી
  4. 1 નાની ચમચી લાલ મરચા ભુકી
  5. 1 નાની ચમચી ધાણાજીરુ પાવડર
  6. 1/4 ચમચી હળદર પાવડર
  7. ચપટી હીંગ
  8. નમક સ્વાદનુસાર
  9. 1 ચમચી તેલ
  10. લોટ ની કણક મસળવા અને થેપલા શેકવા માટે તેલ જરૂર મુજબ
  11. સ્ટફીંગ માટે ::::
  12. 1/2 કપ અંકુરિત મગ ( બાફેલા )
  13. 1/4 કપ લાલ અને પીળા શીમલા મરચા બારીક સમારેલ
  14. 1/4 કપ ગાજર ખમણેલ
  15. 2 મોટી ચમચી મેયોનીઝ
  16. 2 મોટી ચમચી પીઝા સોસ
  17. વ્રેપસ માટે એલ્યુમિનીયમ ફાઇલ

સૂચનાઓ

  1. કેરી ને ખમણી લોકો. તેમા થેપલા ના બધા મસાલા ઉમેરી મિક્સ કરો.
  2. ઘઉંના લોટ મા કેરી નુ મિશ્રણ, 1 ચમચી તેલ અને જરૃર મુજબ પાણી ઉમેરી ને લોટ બાંધી લો. . જરૂર મુજબ તેલ થી કણક બાંધી 10 મીનીટ માટે રાખી દો.
  3. લોટ ના એક સરખા લુઆ કરી વણી લો..અને થોડુ થોડુ તેલ લગાવી થેપલા શેકી લો.
  4. સ્ટફીંગ ની સામગ્રી મા પીઝા સોસ અને મેયોનીઝ ઉમેરી મિક્સ કરો. .
  5. થેપલા ની અંદર ની સાઇડ ચમચી વડે મિશ્રણ ને ઊભુ લાઇન મા ફેલાવો. .
  6. પછી પહેલા નીચે ની સાઇડ ઉપર ની તરફ બેવડી વાળો.
  7. પછી બંને બાજુ ની કિનારી સામસામે ફોલ્ડ કરી રોલ વાળી લો..
  8. તેને અળધે સુધી એલ્યુમિનીયમ ફોઇલ થી વીટી ફોલ્ડ કરી લો..
  9. તૈયાર છે વ્રેપસ. ..આને ટીફીન તથા લંચ બોક્સ મા આપી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર