હોમ પેજ / રેસિપી / Bunny Chow

Photo of Bunny Chow by Dr.Kamal Thakkar at BetterButter
343
5
0.0(0)
0

Bunny Chow

Feb-28-2019
Dr.Kamal Thakkar
480 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. છોલે ૧ કપ
  2. ગાજર ૧/૪ કપ
  3. સિમલા મરચા ૧/૪ કપ
  4. ડુંગળી ૧/૪ કપ
  5. ટામેટા ની પ્યૂરી ૧/૨ કપ
  6. બટેટા ૨
  7. આદુ મરચા ની પેસ્ટ ૧ નાની ચમચી
  8. તેલ ૧ મોટી ચમચી
  9. જીરું ૧ નાની ચમચી
  10. બાદીયા નું ફૂલ ૧
  11. તમાલપત્ર ૧
  12. તજ ૧ ઇંચ
  13. હળદર ૧/૨ ચમચી
  14. લાલ મરચું ૧ ચમચી
  15. ધાણાજીરું ૧ ચમચી
  16. ગરમ મસાલો ૧/૨ ચમચી
  17. મીઠું સ્વાદાનુસાર
  18. કોથમીર
  19. બન ૪

સૂચનાઓ

  1. છોલે ને ૮ કલાક પલાળીને બાફી લેવા.
  2. બટેટા પણ બાફી લેવા.
  3. શાક સમારી લેવું.
  4. એક પણ માં તેલ લઈને એમાં જીરું,તમાલપત્ર,તજ, બાદીયા નું ફૂલ નાંખવુ.
  5. આદુ મરચા ની પેસ્ટ ઉમેરો.
  6. એક મિનિટ પછી સમારેલા કાંદા ઉમેરવા.
  7. એક થી બે મિનિટ સાંતળી ને બીજા શાક ઉમેરવા.
  8. મીઠું અને ૨-૩ ચમચી પાણી નાખી ને ૪-૫ મિનિટ ચડવા દો.
  9. હવે ટામેટા ની પ્યુરી ઉમેરો.
  10. બરાબર મિક્ષ કરીને સૂકા મસાલા ઉમેરો.
  11. જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લો.પછી બાફેલા છોલે ઉમેરો.
  12. બે કપ પાણી ઉમેરીને ઉકળવા દો.
  13. બાફેલા બટેટા ના ટુકડા કરીને ઉમેરો.
  14. ઢાંકીને ૮-૧૦ મિનિટ ચડવા દો એટલે બધું એકરસ થઈ જાય.થોડા છોલે ચમચાથી ચિપી નાખો.
  15. થોડું લીંબુ નીચવો અને લીલા ધાણા નાખી ને ગેસ બંદ કરો.આ પૂરણ ઘટ્ટ હોય છે.
  16. આપણું પૂરણ તૈયાર છે.
  17. હવે બર્ગર બન લઈને ઉપર ચોકોર કાપો પાડો.એકદમ નીચે સુધી નથી કાપવાનું.
  18. ઉપર થી ચોકોર ભાગ કાઢી લો એટલે બન નો વાટકો તૈયાર થઈ જશે.
  19. આ વાટકા માં છોલે નું પૂરણ નાખો અને ડુંગળી ટામેટા નું સાલસા બનવા એની સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર