હોમ પેજ / રેસિપી / ચીઝ પીઝા ફોન્ડયુ

Photo of Cheese pizza fondue by Hetal Sevalia at BetterButter
876
1
0.0(0)
0

ચીઝ પીઝા ફોન્ડયુ

Feb-28-2019
Hetal Sevalia
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ પીઝા ફોન્ડયુ રેસીપી વિશે

પીઝા ડો ને ટ્વીસ્ટ કરી ચીઝ સોસ સાથે સવૅ કર્યા છે.જે બાળકો ને ખૂબ જ પસંદ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન
  • બેકિંગ
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ** પીઝા ડો માટે:-
  2. 1/2 કપ હૂંફાળું પાણી
  3. 1 ટી.સ્પૂન યીસ્ટ
  4. 1 ટેબલ.સ્પૂન ખાડ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 1/2 કપ મેંદો
  7. 1 ટેબલ સ્પૂન બટર
  8. 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  9. પીઝા સોસ જરૂર મુજબ
  10. ચીઝ જરૂર મુજબ
  11. ટોપીગ પોતાની પસંદ મુજબ
  12. ** ચીઝ ફોન્ડયુ માટે:-
  13. 1 ટેબલ સ્પૂન બટર
  14. 1 ટેબલ સ્પૂન મેંદો
  15. 1 કપ દૂધ
  16. 1/2 કપ પ્રોસેસ ચીઝ
  17. 1/4 કપ ચેડાર ચીઝ
  18. ચપટી હળદર
  19. 1 ટી.સ્પૂન ચીલી ફલેકસ
  20. 1 ટી.સ્પૂન ઓરેગાનો

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં હૂંફાળું પાણી લઈ યીસ્ટ અને ખાડ ઉમેરો. ઢાંકી ને 10 મિનિટ રહેવા દો. એકટીવેટ થાય એટલે બાકીની સામગ્રી ઉમેરો. જરૂરી પાણી ઉમેરી કણક બાધો.ઢાંકી ને કલાક રાખો. ડબલ થાય એટલે પંચ કરી 2 મિનિટ માટે મસળી લો.
  2. સરખા ભાગ કરી એક ભાગ લઈ તેને વણી લો. હવે વચ્ચે એક ઊભો અને પછી ચોકડી ની જેમ કાપા પાડો.
  3. બહાર ની થોડી જગ્યા છોડી સોસ લગાવો. પોતાના પસંદગી ના ટોપીગ મૂકો. ચીઝ મૂકો. ઓરેગાનો અને ચીલી ફલેકસ ભભરાવી દો.
  4. હવે એક કોનૅર થી ઉથાવી બહાર ની ધાર સાથે જોઈન્ટ કરો. ડો પર બટર નું બ્રસીગ કરી પ્રિહીટેડ ઓવનમાં 200 ડિગ્રી એ 12-15 મિનિટ બેક કરી લો.
  5. ચીઝ ફોન્ડયુ માટે :-એક પેનમાં બટર લઈ મેંદો સાતળો.તેમાં દૂધ ઉમેરો. ઉકળે એટલે બંને ચીઝ ઉમેરી મેલ્ટ કરી લો.હળદર, ચીલી ફલેકસ, ઓરેગાનો ઉમેરો.મિડીયમ થીકનેસ રાખવી. જરૂર હોય તો દૂધ ઉમેરી શકાય.ફોન્ડયુ કપ માં સવૅ કરો.
  6. એક સર્વીગ પ્લેટ માં પીઝા લઈ ઉપર થી ઓલિવ મુકી ચીઝ ભભરાવી વચ્ચે ફોન્ડયુ કપ મૂકી ગરમાગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર