હોમ પેજ / રેસિપી / સાગ બડેઈ

Photo of Saag badei by Jhanvi Chandwani at BetterButter
326
6
0.0(0)
0

સાગ બડેઈ

Mar-03-2019
Jhanvi Chandwani
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સાગ બડેઈ રેસીપી વિશે

આ ડીશ ઉત્તર પ્રદેશ ના આગ્રા માં ફેમસ છે... આ ડીશ સવાર ના નાસ્તા માં ખાવા માં આવે છે. બટાકા નું સાગ અને તેના સાથે બડેઈ હોય છે. બડેઈ એ કચોરી ની જેમ હોય છે.તેના ઉપર આ બટાકા નું સાગ નાખી ને ખાવા માં આવે છે. ખાવા માં બહુ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ઉત્તર ભારતીય
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. મૈદો. 1 વાટકી
  2. સુજી. 1 વાટકી
  3. ઘઉં નો લોટ. 1 વાટકી
  4. મૂંગ દાળ. 1 વાટકી
  5. બટાકા. 3
  6. કોથમીર. 1 પ્લેટ
  7. ટામેટા. 2
  8. લીલા મરચાં. 6
  9. આદુ. 1 ટુકડો
  10. રાઈ. 1/2 ચમચી
  11. જીરો. 1 ચમચી
  12. હિંગ. 1/2 ચમચી
  13. આખા દાણા. 1 ચમચી
  14. આખો સુખી લાલ મરચું. 1
  15. વરિયાળી 1 ચમચી
  16. આખી કાલી મરી. 4
  17. દાલચીની. 2 ટુકડા
  18. મીઠું. સ્વાદ પ્રમાણે
  19. લાલ મરચું પાવડર. 1 ચમચી
  20. હળદર. 1 ચમચી
  21. આમચૂર. 1/2 ચમચી
  22. ગરમ મસાલો. 1 ચમચી
  23. મખાના. 1 પ્લેટ
  24. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. મૂંગ દાળ ને 1/2 કલાક પહેલા ભીગોવી દો. બાફી લો.વધારે ન બફાવી.
  2. બટાકા ને બાફી લો.
  3. હવે બડેઈ બનાવા માટે .મૈદો, ઘઉં નો લોટ, અને સુજી ને છળી લો.
  4. તેમાં મીઠું અને તેલ નો મોણ નાખી લોટ બાંધી લો. મોણ મુઠી બંધે એટલું નાખવો.
  5. હવે તેનો મસાલો તૈયાર કરીયે. મિક્સર માં આખા દાણા, સુખી લાલ મરચું, અને વરિયાળી, કરકરો, પીસી લો. કડાઈ માં 3 ચમચી તેલ નાખી તેમાં રાઈ, જીરો, હિંગ નાખી તેમાં દાણા વાળો મસાલો નાખો પછી તેના મીઠું, લાલ મરચું પાવડર, હળદર, આમચૂર પાવડર, ગરમ મસાલો નાખી બાફેલી મૂંગ દાળ નાંખી મિક્સ કરો.
  6. દાળ ઠંડી થઈ જાય પછી તેમાં થી નાનો બોલ જેવું બનાવો. અને લોટ માંથી એક નાની લોઈ લઈ તેને પુરી જેવી વણી તેની ઉપર દાળ નો બોલ મૂકી પેક કરો. પછી હલ્કા હાથે વણી.તેલ માં ડીપ ફ્રાય કરો. જ્યારે ગુલાબી રંગની થાય તયારે તેલ માંથી કાઢી લેવી.
  7. હવે તેનું સાગ તૈયાર કરીયે. પહેલા કોથમીર ને ધોઈ તેમાં આદુ અને લીલા મરચાં નાખી પીસી લો.અને મખાના ને તળી લો.કડાઈ માં. 4 ચમચી જેટલું તેલ નાખી તેમાં જીરું, કાલી મરી અને દાલચીની નો ટુકડો નાખી તેમાં કોથમીર વાળો પેસ્ટ નાંખો તેને મિક્સ કરી તેમાં ટામેટા ની પ્યુરી નાખો પછી તેમાં લાલ મરચું પાવડર, હળદર, મીઠું, ગરમ મસાલો નાખી હલવો. ગ્રેવી તેલ પર આવે પછી તેમાં બાફેલા બટાકા હાથ થી મેશ કરી નાખવા. બટાકા ના ટુકડા પણ દેખાય.તેને મિક્સ કરી લો અને પાણી નાખી ઉકાળો .
  8. ઉકાળ આવે પછી તેમાં મખાના નાખવા અને 5 મિનિટ માટે ઢાંકણ લગાવી દેવું અને ગેસ ધીમી આંચે કરી લો.
  9. સાગ તેલ પર આવે પછી ગેસ બંધ કરી લો.
  10. હવે બડેઈ ને વચ્ચે ભૂકો કરી તેની ઉપર ગરમા ગરમ સાગ નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર