BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સમોસા

Photo of SAMOSA by Asha Shah at BetterButter
0
7
0(0)
0

સમોસા

Mar-04-2019
Asha Shah
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સમોસા રેસીપી વિશે

આ સમોસા ભારત મા ખુબ જ લોકપી્ય છે.ગરમાગરમ સમોસા ખાવા ની ખુબ જ મજા પડે છે .મારા પી્ય સમોસા બહાર થી બહુ કી્સ્પી અંદર થી ચટપટા અને સોફટ હોય છે.જે ચા સાથે પણ પીરસી શકાય .

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • બાફવું
  • ઠંડુ કરવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 1.2 વાડકી મેંદો
  2. 2.મુઠી પડતુ તેલ નુ મોણ
  3. 3.મીઠું 1/2 ચમચી
  4. 4.1/2 ચમચી અજમો
  5. 5.પાણી
  6. મસાલા માટે
  7. 1.1ડુંગરી ઝીણી સમારેલી
  8. 2.1ગાજર છીણેલી
  9. 3.1/2 વાડકી લીલા વટાણા
  10. 3.4 બટાકા નો માવો
  11. 4.2ચમચી તેલ
  12. 5.1/4 ચમચી અજમો
  13. 6.ચપટી હીંગ
  14. 7. 5 લીલા મરચા આદુ ની પેસ્ટ
  15. 8.મીઠું સ્વાદ મુજબ
  16. 9.1/2 ચમચી ગરમ મસાલો
  17. 10.15 જેટલા પુદીના ના પાન
  18. 11.લીલા ધાણા બારીક સમારેલા
  19. 12.લીબું નો રસ
  20. 13.તલવા માટે તેલ

સૂચનાઓ

  1. 1.એક બાઉલ મા લોટ લઇ તેમા અજમો,તેલ,મીઠું નાખી જરુર મુજબ પાણી રેડી થોડો કઠણ લોટ બાંધી ઉપર ભીનો કકડો મુકી 15/20 મીનીટ સાઇડ પર મુકવો.
  2. 2.કડાઇ ગેસ પર મુકી ગેસ ચાલુ કરી તેલ ગરમ કરવા મુકવુ.
  3. 3.તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ,અજમો નાખી ડુંગરી નાખી સાંતડી લેવી.લીલી મરચા ની પેસ્ટ નાખી ગાજર વટાણા નાખી થોડુ મીઠું નાખી ચડવા દેવુ.
  4. 4.ચડી ગયા પછી બટાકા નો માવો,લીબું નો રસ,ગરમ મસાલો,મીઠું (મસાલો ટેસ્ટ મુજબ વધારે ઓછો કરવો )પુદીના ના પાન ,લીલા ધાણા નાખી બરાબર હલાવી ઠંડો કરવા મુકવો .
  5. 5.કડાઇ મા તડવાનુ તેલ ગરમ કરવા મુકવુ.
  6. 6.સાઇડ મા મુકેલા લોટ ને લઇ સરખો કરી બોલ ની સાઇજ જેવા એક સરખા લુઆ કરવા.
  7. 7.એક લુઓ લઇ તેને લંબગોડ વણી લેવો વચ્ચે થી ચપ્પુ ની મદદ થી બે સરખા ભાગ કરવા .
  8. 8.અધૅ ગોડાકાર પુરી મા વચ્ચે મસાલો મુકી સાઇડ પર પાણી લગાડવુ .
  9. 9.જે બાજુ સીધી લાઇન કાપેલી છે તેના બંને છેડા ને એકપર એક પડ લાડી શંકુ આકાર બનાવી સાઇડ દબાવવી.
  10. 10.બધા સમોસા ભરી લેવા.ગરમ તેલ મા સોનેરી રંગ ના થાય ત્યાસુધી તડી લેવા.મધ્યમ તાપે.
  11. 11 ગરમ ગરમ સમોસા ચટની, સોસ સાથે સવૅ કરો .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર