હોમ પેજ / રેસિપી / પાણીપુરી

Photo of Pani puri by Disha Chavda at BetterButter
1104
7
0.0(0)
0

પાણીપુરી

Mar-05-2019
Disha Chavda
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાણીપુરી રેસીપી વિશે

દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 5

  1. પૂરી માટે
  2. રવો કે સોજી ૨ કપ
  3. તેલ
  4. મસાલા માટે
  5. બટાકા ૪ થી ૫
  6. બાફેલા દેશી ચણા ૧ કપ
  7. ફુદીના ની ચટણી ૩ થી ૪ ચમચી
  8. પાણીપુરી નો મસાલો ૨ ચમચી
  9. કોથમીર એક મુઠ્ઠી
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ફુદીના ની ચટણી માટે (ફુદીના નાં પાણી માટે)
  12. ફુદીનો ૧ કપ
  13. કોથમીર ૨ કપ
  14. લીંબુ ૧
  15. મીઠું સ્વાદાનુસાર
  16. લીલાં તીખા મરચાં ૬ થી ૭
  17. લસણ ની ચટણી (લસણ ના પાણી માટે)
  18. લસણ ૧૫ થી ૨૦ કળી
  19. સૂકા લાલ મરચા ૮ થી ૧૦
  20. જીરું ૧ ચમચી
  21. મીઠું સ્વાદાનુસાર
  22. પાણીપુરી નાં સૂકા મસાલા માટે
  23. જીરું ૩ ચમચી
  24. સૂકા લાલ મરચા ૧૦ થી ૧૨
  25. મરી ૧૦ થી ૧૨
  26. સંચળ ૧ ચમચી
  27. લવિંગ ૫ થી ૬
  28. તજ નાનો ટુકડો
  29. એક્સ્ટ્રા સામગ્રી
  30. લીંબુ ૫ થી ૬
  31. સંચળ ૩ ચમચી
  32. ચાટ મસાલો ૨ ચમચી
  33. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. પૂરી માટે (અગાઉ થી બનાવી શકાય) રવા ને મીક્ષર માં સહેજ ક્રશ કરી લેવું. ત્યાર બાદ પાણી નાખી લોટ બાંધવો. રોટલી જેવો ઢીલો બાંધવો. અડધી કલાક ભીના કપડા થી ઢાંકી દેવું. ૩૦ મિનિટ પછી થોડું તેલ નાખી લોટ મસળવો. ત્યાર બાદ નાના લુઆ કરી રોટી મેકર ચાલુ કરી લુઆ મૂકી દબાવી ને સહેજ સેકાય ત્યાં સુધી રાખવુ. ત્યાર બાદ તેલ માં તળી લેવું. જો રોટી મેકર નાં હોય તો પૂરી વણી ને તળી લેવું. આ અગાઉ થી બનાવી ને રાખી શકાય. આ પૂરી ઘણા દિવસો સુધી સ્ટોર કરી શકાય છે.
  2. દેશી ચણા ને ૮ થી ૧૦ કલાક પલાળી મીઠું નાખી બાફી લેવું. બટાકા પણ બાફી લેવા.
  3. પાણીપુરી નાં સૂકા મસાલા માટે સૂકા લાલ મરચા, જીરું, મરી, સંચળ, લવિંગ અને તજ ને મિક્ષર માં ક્રશ કરી દેવું.
  4. ફુદીના નાં પાણી માટે કોથમીર, ફુદીના ને સરખું ધોઈ ને મિક્સર માં નાખી, લીલાં મરચાં, મીઠું, લીંબુ નાખી ક્રશ કરી લેવું. ૫ થી ૬ કપ પાણી માં ફુદીના ની ચટણી ૪ થી ૫ ચમચી નાખવી. સંચળ, મીઠું, ચાટ મસાલો, પાણીપુરી નો સુકો મસાલો સ્વાદાનુસાર નાખી ને મિક્સ કરવું. ફુદીના નું પાણી તૈયાર.
  5. લસણ નાં પાણી માટે સૂકા લાલ મરચા ને અડધી કલાક માટે પાણીમાં પલાળી દેવા. મિક્સર મા લસણ, પલાળેલા લાલ મરચા, મીઠું અને જીરું નાખી ક્રશ કરી લેવું. ૫ થી ૬ કપ પાણી લઈ તેમાં ૪ થી ૫ ચમચી ચટણી નાખી દેવી. તેમાં સ્વાદાનુસાર મીઠું, લીંબુ, ચાટ મસાલો, સંચળ, પાણીપુરી નો સુકો મસાલો નાખી મિક્સ કરવું. લસણ નું પાણી તૈયાર.
  6. બાફેલા બટાકા ને છૂંદી તેમાં બાફેલા ચણા, મીઠું, ફુદીના ની ચટણી, પાણીપુરી નો સુકો મસાલો, કોથમીર, સંચળ નાખી મિક્સ કરી લેવું. મસાલો તૈયાર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર