હોમ પેજ / રેસિપી / સુરતી લોચો અને ચટણી

Photo of Surati locho with chutney by Disha Chavda at BetterButter
714
8
0.0(0)
0

સુરતી લોચો અને ચટણી

Mar-05-2019
Disha Chavda
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુરતી લોચો અને ચટણી રેસીપી વિશે

સુરત ની પ્રખ્યાત વાનગી છે. ચણા ની દાળ માં થી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચટણી માટે
  2. કોથમીર ૨ કપ
  3. લીલાં મરચાં ૫ થી ૭
  4. ૧ લીંબુ નો રસ
  5. આદુ નો ટુકડો
  6. લીંબુ નાં ફૂલ ૧/૨ ચમચી
  7. મીઠું સ્વાદાનુસાર
  8. લોચા નો ભૂકો ૧ કપ
  9. લોચા માટે
  10. ચણા ની દાળ ૩ કપ
  11. ખાટું દહીં ૧ કપ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. આદુ મરચાં ની પેસ્ટ ૪ ચમચી
  14. સોડા ૧ ચમચી
  15. સેવ ૨ કપ
  16. ઝીણી સમારેલી ડુંગળી ૧ કપ
  17. સંચળ, લાલ મરચાં નો મિક્સ ૨ થી ૩ ચમચી
  18. કોથમીર ૧/૨ કપ
  19. સીંગતેલ ઉપર નાખવા માટે

સૂચનાઓ

  1. ચણા ની દાળ ને ૬ થી ૭ કલાક પલાળી દેવી. ત્યાર બાદ તેને દહી નાખી કરકરી ક્રશ કરવી. તેમાં મીઠું નાખી દેવું. ૮ થી ૧૦ કલાક આથો આવવા દેવો.
  2. આથો આવે એટલે એમાં સોડા નાખી અને આદુ મરચાં ની પેસ્ટ નાખી ફીણી ને મૂકવું. થાળી માં તેલ લગાવી ખીરું પાથરી વરાળ માં બાફી લેવું. અધકચરું જ બાફવું.
  3. એક નાની થાળી લોચો પ્રોપર બાફવો. જેથી તેને ચટણી માં વાપરી શકાય. કોથમીર, મરચાં, લીંબુ નો રસ,આદુ નો ટુકડો,મીઠું, લોચા નો ભૂકો અને લીંબુ નાં ફૂલ નાખી મિક્સર માં ક્રશ કરી લેવું. ચટણી તૈયાર.
  4. સંચળ અને લાલ મરચા ની ભૂકી ને મિક્સ કરી દેવું.
  5. લોચા ને પ્લેટ માં કાઢી તેના પર સીંગતેલ નાખવું. ત્યાર બાદ તેમાં ડુંગળી, સંચળ લાલ મરચા ની ભૂકી નાખી સેવ અને કોથમીર નાખી ગરમ ગરમ પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર