હોમ પેજ / રેસિપી / પંજાબ ના છોલે કુલચા

Photo of PANJABHI chole by foram bhojak at BetterButter
474
4
0.0(0)
0

પંજાબ ના છોલે કુલચા

Mar-08-2019
foram bhojak
600 મિનિટ
તૈયારી નો સમય
180 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પંજાબ ના છોલે કુલચા રેસીપી વિશે

આ એક પંજાબી રીતે હું બનાવાની છું મારી એક એક દોસ્ત પંજાબ ની છે તે છોલે કુલચા આ રીતે બનાવે છે આ છોલે કુલચા એક દમ ટેસ્ટી લાગે છે કલર પણ સરસ આવે છે.

રેસીપી ટૈગ

  • ગુજરાત
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. છોલે ચણા બાફેલા 2 વાટકી
  2. ટામેટા કટ કરેલા 5 નંગ
  3. ડુંગળી કટ કરેલી 3 નંગ
  4. સુકું લસણ 20નંગ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. સાજીનાં ફુલ અર્ધી ચમચી
  7. તમાલપત્ર 3 નંગ
  8. લવીંગ 5 નંગ
  9. એલચી એક નંગ
  10. કાળામરી 5 નંગ
  11. હળદર જરૂર મુજબ
  12. કાશમીરી લાલ મરચું જરૂર મુજબ
  13. છોલે મસાલો 2 ચમચી
  14. ધાણા જીરૂં 2 ચમચી
  15. પાણી જરૂર મુજબ
  16. મેંદો એક મોટો બાઉલ
  17. તેલ 4 ચમચી
  18. સાજીનાં ફુલ 1 ચમચી
  19. કસ્તુરી મેથી 2 ચમચી
  20. કોથમીર ક્રશ કરેલી 1કપ
  21. દહીં એક કપ
  22. મીઠું સ્વાદ અનુસાર
  23. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ આપણે છોલે7 થ8 કલાક માટે ધોઈને પાણી માં પલાળવા.
  2. છોલે 8 કલાક પછી તે પાણી કાડીને બીજા પાણી થી ધોઈને જરૂર મુજબ પાણી નાખી તેમાં મીઠું ,કાળા મરી, લવીંગ ,તમાલપત્ર,એલચી, લવીંગ સાજીનાં ફુલ, થોડીક હળદર નાખીને ગેસ ચાલું કરી ને બાફવા મુકવું.
  3. બીજા જાર માં સુકું લસણ, આદું, કોથમીર લીલુ મરચું, ચપટી મીઠું નાંખી મિકચર ફેરવવું. ક્રશ, કરી દેવું.
  4. બીજા જાર માં ટામેટાં નાંખી ને જાર માં એક દમ ક્રશ કરી દેવા.અલગ બાવુલ માં કાડી દેવા.
  5. ગેસ ચાલું કરી એક પેન માં 3 ચમચી તેલ લઈને ડુંગળી કટ કરેલી તેલ માં ફ્રાય કરવી એકદમ ગોલ્ડન બ્રાઉન શેકવી. પછી અલગ થઈ ડીસ માં કાડી દેવી.
  6. એક જાર માં ફ્રાય કરેલી ડુંગળી નાંખવી એક દમ પેસ્ટ બનાવી દેવી.
  7. ગેસ ચાલું કરીને કડાઈ માં તેલ જરૂર મુજબ લઈને તેલ ગરમ થાય પછી થોડીક હીંગ નાખીને ડુંગળી ની પેસ્ટ નાંખવી,આદું મરચાં પેસ્ટ,ટામેટાં પેસ્ટ નાખીને એકદમ મિક્સ કરી દેવું.
  8. પછી આપણે તેમાં લાલ મરચું, મીઠું, થોડીક હળદર, ધાણાજીરું, છોલે મસાલો, ગરમ મસાલો, બધું નાખીને એક દમ મીક્ષ કરી દેવું, 5 મિનીટ મિકસ કરતાં જવુ.
  9. પછી બાફેલાં છોલે ચણા કડાઈ માં નાખવા પાણી સાથ તેનો મસાલો બાફતી વખત જે નાખ્યો તો તે અંદર સાથયે મિક્સ કરી દેવું જરૂર મુજબ પાણી નાખી ને 10 મિનિટ સુધી ધીમાં તાપે ગેસ પર થવા દેવા, પછી રસો ઘટ્ટ લાગે એટલે ગેસ બંધ કરી દેવો.
  10. પછી પ્લેટ માં કાડીને કોથમીર નાખીને સર્વ કરવા.
  11. એક બાઉલમાં માં મેંદો લેવો, મીઠું સાજીનાં ફૂલ, દહીં, કોથમીર, કસ્તુરી મેથી નાખીને તેલ નાખીને , પાણી જરૂર મુજબ નાખીને લોટ બાઘી દેવો.
  12. લોટ મીક્ષ કરીને લોટ બાંધી દેવો 30 મિનીટ માટે ઢાંકીને મુકવો. બીજી બાજુ લોટ નાં ગુલ્લા કરીને અટમણ લગાવીને રોટલી વણવી એક બાજુ પાણી વાળો ભાગ લગાવીને ઊંધી તવી કરીને ગેસ ચાલું કરીને તવા પર રોટલી મુકવી
  13. પછી રોટલી શેકવા લાગે તવો ઊંધો કરવો ગેસ પર રોટલી શેકવી. સેકયા પછી તાવેતા થઈ કાડીને પ્લેટ માં બટર લગાડીને પ્લેટ માં સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર