હોમ પેજ / રેસિપી / ચાર પાણીવાળી પાણીપુરી

Photo of Four Flavours Pani Puri by Mital Viramgama at BetterButter
1015
8
0.0(0)
0

ચાર પાણીવાળી પાણીપુરી

Mar-08-2019
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાર પાણીવાળી પાણીપુરી રેસીપી વિશે

પાણીપુરી એક એવી ડીસ છેં જે લગભગ બધાને પ્રિય હોય છે.ભારતમાં બધાં રાજ્યો માં જુદા જુદા નામથી પ્રચલીત સ્ટીટ ફૂડ છેં. ગુજરાત મા હવે સ્ટીટ ઉપર ડિફરન્ટ ફ્લેવર માં પાણીપુરી મળે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 50 નંગ પુરી
  2. 1કપ બટેટા બાફેલા મેસ કરેલાં
  3. 1 કપ ચણા બાફેલા
  4. 1 ટી સ્પૂન ચાટ મસાલો
  5. 1/2 ટી સ્પૂન લાલ મરચું
  6. 1નંગ ડુંગળી જીણી સમારેલી
  7. થોડા દાડમ ના દાણા સજાવા માટે
  8. 2ટેબલ સ્પૂન કોથમીર સમારેલી
  9. 1/4 કપ જીણી સેવ
  10. ફુદીના ના પાણી માટે :herb:
  11. 4ટેબલ સ્પૂન ફુદીનો
  12. 2ટેબલ સ્પૂન કોથમીર
  13. 2 લીલા મરચાં
  14. 1/4 ટી સ્પૂન સંચર
  15. 1/2 ટી સ્પૂન પાણીપુરી નો મસાલો
  16. 1/4 ટી સ્પૂન વરીયાળી નો પાવડર
  17. લીંબું નો રસ
  18. લાલ પાણી માટે :hibiscus:
  19. 3 નંગ લાલ મરચાં
  20. 4કળી લસણ ની
  21. લીંબું નો રસ
  22. 1/2 ટી સ્પૂન સંચર
  23. 1/2 ટી સ્પૂન પાણીપુરી નો મસાલો
  24. એક નાનું પીસ આદું
  25. 1/4 ટી સ્પૂન ખાંડ
  26. ખજૂર આંબલી નું પાણી :maple_leaf:
  27. 3 ટેબલ સ્પૂન ખજૂર પેસ્ટ
  28. 1ટેબલ સ્પૂન આંબલી ની પેસ્ટ
  29. 1ટી સ્પૂન ચાટમસાલો
  30. 1 ટી સ્પૂન લાલ મરચું અને ઘાણા પાવડર
  31. જલજીરા વાળું પાણી
  32. 1 ટી સ્પૂન જલજીરા પાવડર
  33. 1 /2 ટી સ્પૂન પાણીપુરી નો મસાલો
  34. 1ટેબલ સ્પૂન આદુ મરચાં કોથમીર ની પેસ્ટ
  35. લીંબું નો રસ સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ફુદીનાનુ પાણી બનાવા માટે ફુદીનો અને બધો મસાલો નાખી મીકસર મા પીસી લો.
  2. પછી તેમાં એક મોટો કપ જેટલું પાણી નાંખી બધું મીક્સ કરી લો.તીખાશ ખટાસ તમારાં સ્વાદ અનુસાર નાંખવા. હવે તૈયાર છે ફૂદીનાનું પાણી. ફ્રીજ મા ઠંડુ થવા દો.
  3. હવે લાલ પાણી માટે લાલ મરચાં અને લસણ અને બધો મસાલો નાખી પેસ્ટ બનાવી તેમાં લીંબુ નો રસ અને એક કપ પાણી નાંખી મીક્સ કરી લો .હવે તૈયાર છે લાલ પાણી.
  4. ખજૂર આંબલી ની પેસ્ટ માં બધો મસાલો અને એક કપ પાણી નાંખી બધું સ્વાદ અનુસાર નાખી ચટણી તૈયાર કરી લો.
  5. જલજીરા ના પાણી માટે આદુ મરચાં ની પેસ્ટ મા બધાં મસાલા અને એક કપ પાણી નાંખી બધું સરખાઇ થી મીક્સ કરી લો.
  6. હવે બાફેલા ચણા બટેટા મીક્સ કરી તેમાં કોથમીર અને ચાટ મસાલો અને લાલ મરચું નાખી મીક્સ કરી લો .
  7. હવે તૈયાર પુરી લો.
  8. હવે પાણીપુરી ની પુરી લઇને મસાલો અંદર ભરી ડુંગળી જીણી સમારેલી તેમજ જીણી સેવ નાખી દો.
  9. હવે તૈયાર છે ભરેલી પુરી ચાર ફલેવર ના પાણી સાથે સર્વ કરો.
  10. હવે તૈયાર છે તમારી ચાર પાણી વાળી પાણીપુરી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર