હોમ પેજ / રેસિપી / મુંબઈ ના ફેમસ માવા મલાઈ ડીશ ગોલા

Photo of Mumbai famous mawa malai dish gola by Mumma's kitchen at BetterButter
2067
13
0.0(0)
0

મુંબઈ ના ફેમસ માવા મલાઈ ડીશ ગોલા

Mar-08-2019
Mumma's kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મુંબઈ ના ફેમસ માવા મલાઈ ડીશ ગોલા રેસીપી વિશે

ફ્રેનડસ આજે હું લાવી છું મુંબઈ ના ફેમસ માવા મલાઈ ડીશ ગોલા ની રેસીપી, નામ સાંભળીને જ તમારા મોં મા પાણી આવી ગયું ને? ગોલા એટલે નાના મોટા દરેકને ભાવતી આઈટમ, ઉનાળો શરૂ થાય કે તુંરત કંઈક ઠંડુ ખાવાનુ મન થાય ઠંડા પીણાં તો આપણે બજાર માથી લાવી ને પીતા હોય છે પરંતુ ગોલા ખાવા નો આનંદ જ કઈ અનોખો હોય છે, જાત જાત ના શરબતો અને ફલેવર થી ભરપુર સાથે ઉપર માવો અને ડ્રાઈફ્રુટ નો સ્વાદ અપ્રતિમ લાગે છે જો આવા ગોલા આપણે ઘરે બનાવીને ખાઈ એ તો? તમને થશે કે ગોલા કેવી રીતે બને ઘરે? હા ગોલા પણ ઘરે બનાવી ને ખાઈ શકાય, ફકત તેના માટે એક બરફ છીણવા નુ મશીન જોઇએ, તો ચાલો આજ આ મુંબઈ ની ચોપાટી અને જુહુ ચોપાટી ના ફેમસ ગોલા નો આનંદ માણીએ અને શીખીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. 1.કપ જામેલો બરફ
  2. 2-3 ટેબલસ્પૂન ગુલાબ નુ શિરપ
  3. 2-3 ટેબલસ્પૂન કાલા ખટટા શિરપ
  4. 2-3 મોળો માવો અથવા અમુલ ક્રીમ
  5. 2-3 ટેબલસ્પૂન સમારેલુ મિકસ ડ્રાઈફ્રુટ
  6. બરફ છીણવા નુ મશીન
  7. ચાટમસાલો

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બરફ છીણવા ના મશીન દ્વારા બરફ ને છીણી લેવો
  2. છીણેલા બરફ ને સૅવીંગ પ્લેટ મા લો અને તેના પર બંને સિરપ રેડો
  3. તેના પર ડ્રાઈફ્રુટ ભભરાવો અને માવો અથવા મલાઈ અથવા અમુલ ક્રીમ રેડી ને ફટાફટ સવૅ કરો
  4. તૈયાર છે ઠંડા ઠંડા કુલ કુલ માવા મલાઈ ડીશ ગોલા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર