હોમ પેજ / રેસિપી / પટાટાસ બ્રાવાસ

Photo of Patatas bravas by Kamal Thakkar at BetterButter
281
4
0.0(0)
0

પટાટાસ બ્રાવાસ

Mar-10-2019
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પટાટાસ બ્રાવાસ રેસીપી વિશે

આ એક સ્પેનિશ સ્ટ્રીટ ફૂડ છે જેમાં બટેટા ને અર્ધ બાફી ને તડવાના હોય છે.ઉપર તીખો ટામેટા નો સોસ (સાલસા બ્રાવા)અને ગારલીક અલીઓલી નાખીને ખાવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • સ્પેનીશ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. બટેટા ૬
  2. સાલસા બ્રાવા:(ટમેટા નો સોસ)
  3. ઓલિવ ઓઇલ ૧ ચમચી
  4. લસણ ની કળી ૪
  5. ડુંગળી ૧
  6. ટામેટા ૨
  7. સૂકા લાલ મરચાં ૨
  8. લાલ મરચું પાવડર ૧ ચમચી
  9. ટોમેટો કેચપ ૧ મોટી ચમચી
  10. મીઠું ૧/૨ ચમચી
  11. ગારલીક આલીઓલી માટે:
  12. લસણ ની કળી ૪
  13. માયોનિસ ૪ ચમચી
  14. ઓલિવ ઓઇલ ૧ ચમચી

સૂચનાઓ

  1. પેલા બટેટા ને ધોઈને છાલ ઉતારી લો.એના ટુકડા કરી લો.
  2. એક તપેલા માં પાણી નાખીને એમા મીઠું ઉમેરો.આમાં બટેટા ના ટુકડા નાખીને ૮૦% ચડી જાય ત્યાં સુધી ઉકાળો.
  3. પછી એક ચારણી માં કાઢી લો એટલે બધું પાણી નીતરી જાય.
  4. આ ઠંડા થાય ત્યાં સુધી એક પેન માં એક ચમચી તેલ મૂકીને લસણ નાખો.
  5. સમારેલી ડુંગળી નાખો.
  6. એક મિનિટ સાંતળી ને બે લાલ મરચાં નાખો.
  7. એક મિનિટ સાંતળો અને બે ટામેટા ઉમેરો.
  8. મીઠું ને લાલ મરચું પાવડર નાખીને ચડવા દો.
  9. ટામેટા ને ડુંગળી ચડી જાય એટલે ગેસ બંદ કરીને ઠંડુ થવા દો.ટોમેટો કેચપ પણ ઉમેરો.
  10. ત્યાં સુધી ગારલીક અલીઓલી બનાવા માટે મિક્સર માં લસણ ,માયોનિસ અને તેલ નાખીને પીસી લો.
  11. ટામેટા નો સોસ પણ મિક્સર માં પીસી ને તૈયાર કરી લો.
  12. હવે તેલ ગરમ મૂકી એમાં બટેટા તળી લો.
  13. સરસ ગોલ્ડન રંગ ના થાય ત્યા સુધી તળો.
  14. બધા બટેટા તળી લો.
  15. હવે એક પ્લેટ માં લો.
  16. ઉપર ટામેટા નો સોસ નાખો.
  17. હવે ગારલીક અલીઓલી નાખો અને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર