હોમ પેજ / રેસિપી / રિગાતોની પાસ્તા કેક

Photo of Rigatoni pasta cake by DrNehal Shah at BetterButter
682
8
0.0(0)
0

રિગાતોની પાસ્તા કેક

Mar-11-2019
DrNehal Shah
15 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રિગાતોની પાસ્તા કેક રેસીપી વિશે

રિગાતોની પાસ્તા કેક એ એક ઇટાલિયન સ્ટ્રીટ ફુડ છે. તે ઘણી બધી રીતે બનાવી શકાય છે. આ રેસિપિ માં સોયા ચંક નો ઉપયોગ કરીને તેને શાકાહારી વઝૅન બનાવ્યું છે. આ એક હાઇ પ્રોટીન રેસિપિ છે.

રેસીપી ટૈગ

  • ઉછાળવું
  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ઇટાલિયન
  • પેન ફ્રાય
  • બેકિંગ
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. રિગાતોની પાસ્તા - 100 ગ્રામ
  2. સોયા ગ્રેન્યુઅલ - 150 ગ્રામ
  3. ડુંગળી - 1 (મધ્યમ) (ઝીણી સમારેલી)
  4. લસણ - 2-3 કળી (ઝીણું સમારેલું)
  5. બેસિલ નાં પાન - 3 થી 4
  6. ટામેટા ની પ્યોરી- 250 ગ્રામ
  7. પ્લેઇન ચીઝ - 50 ગ્રામ
  8. ચેડ્આર ચીઝ - 50 ગ્રામ
  9. મોઝરેલા ચીઝ - 100 ગ્રામ
  10. પામેૅસન ચીઝ પાઉડર - 50 ગ્રામ
  11. મરી પાઉડર - 1 1/2 નાની ચમચી
  12. મીઠું - 1/2 નાની મોટી
  13. ઇટાલિયન હબૅ - 1 નાની ચમચી
  14. ઓલીવ ઓઇલ - 2 મોટી ચમચી

સૂચનાઓ

  1. એક તપેલીમાં પાણીમાં મીઠું ઉમેરી ઉકાળો. તેમાં રિગાતોની પાસ્તા ઉમેરો. થોડાં દાંત માં ચોટી જાય તેટલા ચડાવી, ગેસ પર થી ઉતારી લો. અને પાણી નિતારી લો.
  2. હવે એક નોનસ્ટિક પેન માં તેલ ગરમ કરો. તેમાં સમારેલી ડુંગળી અને લસણ ઉમરી સાંતળો.
  3. હવે તેમાં ટામેટા ની પ્યોરી, પલાળેલા સોયા ગ્રેન્યુઅલ, મીઠું, મરી, બેસિલ નાં પાન, ઉમેરો અને હલાવો. 5-7 મિનિટ ચડવા દો.
  4. હવે ગેસ પર થી પૅન ઉતારી તેમાં પ્લેઇન અને ચેડ્આર ચીઝ અને પામેૅસન ચીઝ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.
  5. હવે એક ચીઝ કેક ટીન ને તેલથી ગ્રીસ કરો. તેમાં બાફેલા રિગાતોની પાસ્તા ને એક એક કરીને ટીન માં ઊભા ગોઠવી લો.
  6. હવે પાસ્તામાં ઉપરથી તૈયાર કરેલ ટામેટાં અને સોયા નો સોસ, છીણેલું મોત્ઝરેલા ચીઝ પાથરીને, પ્રિહિટ કરેલા ઓવનમાં 30 મિનિટ સુધી બૅક કરો.
  7. કેક બૅક થાય એટલે ઓવન માંથી બહાર કાઢી ને 15 મિનિટ સુધી ઠંડુ થવા દો.
  8. 15 મિનિટ પછી કેકની સ્લાઈસ કરી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર