હોમ પેજ / રેસિપી / મલ્ટી ગ્રેઈન આલુ મટર ફ્રેન્કી

Photo of Multigrain aloo mutter Frankie by Disha Chavda at BetterButter
498
6
0.0(0)
0

મલ્ટી ગ્રેઈન આલુ મટર ફ્રેન્કી

Mar-11-2019
Disha Chavda
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલ્ટી ગ્રેઈન આલુ મટર ફ્રેન્કી રેસીપી વિશે

ફ્રેન્કી નું હેલ્ધી વર્ઝન છે. ફ્રેન્કી અલગ અલગ રીતે બનતી હોય છે.. અલગ સ્ટફિંગ પણ થઈ શકે છે. મેંદા ની જગ્યા એ અહી મે મલ્ટી ગ્રેઇન લોટ વાપર્યો છે જેમાં ઘઉં, સોયાબીન, જવ, રાગી, અળસી નું મિક્સર છે. હાઈ ફાયબર વાળો લોટ હોવાથી હેલ્થ વાઇસ સારું રહે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • શેકેલું
  • સાઈડ ડીશેસ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩ કપ મલ્ટી ગ્રેઇન લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. તેલ મોણ માટે
  4. સ્ટફિંગ
  5. ૩ કપ બાફેલા બટાકા
  6. ૧ કપ વટાણા
  7. ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  8. ૨ ચમચી લાલ મરચું
  9. ૧ ચમચી હળદર
  10. ૧ ચમચી ગરમ મસાલો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૧ લીંબુ નો રસ
  13. કોથમીર
  14. સલાડ
  15. ૧ કપ ઝીણું સમારેલું કોબી
  16. ૧ કપ ઝીણી લાંબી સમારેલી ડુંગળી
  17. ૧ ઝીણું લાંબુ સમારેલું કેપ્સિકમ
  18. ચાટ મસાલો
  19. ૧/૨ કપ લસણ ની ચટણી
  20. ૧/૨ કપ ફુદીના કોથમીર ની ચટણી
  21. ૧ કપ ચીઝ ખમણેલું

સૂચનાઓ

  1. મલ્ટી ગ્રે ઈન લોટ માં મીઠું અને મોણ નાખી ને લોટ બાંધવો. થોડી વાર મૂકી રાખવો. પછી મસળીને તેની મોટી અને પાતળી રોટલી બનાવી તવી પર બેય બાજુ થોડી શેકી લેવી.
  2. બાફેલા બટાકા નો છૂંદો કરવો. વટાણા ને ઉકળતા પાણી માં બાફી લેવા જેથી લીલો કલર રહે. પેન માં તેલ મૂકી તેમાં લાલ મરચું હળદર ગરમ મસાલો નાખી બાફેલા બટેકા નાખી મીઠું નાખી દેવું.મિક્સ કરી ને વટાણા અને લીંબુ નો રસ નાખવો. કોથમીર નાખી મૂકી રાખવુ.
  3. શેકેલી રોટલી પર લસણ ની ચટણી અને ફુદીના કોથમીર ની ચટણી લગાવવી. આલુ મટર નું સ્ટફિંગ મૂકી તેના પર ઝીણી સમારેલી કોબીજ, ડુંગળી અને કેપ્સિકમ મૂકી ચાટ મસાલો છાંટી ચીઝ નાખી રોલ કરી દેવું. તવી પર તેલ કે બટર મૂકી રોલ શેકી લેવો. ફ્રેન્કી તૈયાર. ચટણી અને સોસ સાથે સર્વ કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર