Photo of Dabeli by Disha Chavda at BetterButter
760
4
0.0(0)
0

દાબેલી

Mar-13-2019
Disha Chavda
45 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાબેલી રેસીપી વિશે

કચ્છ ની પ્રખ્યાત ડીશ છે. સ્વીટ અને સ્પાયસિ કોમ્બિનેશન છે.

રેસીપી ટૈગ

  • બીજા
  • શેકેલું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. ૬ થી ૭ મોટા બટાકા
  2. ૩ ચમચી દાબેલી મસાલો
  3. ૨ ચમચા તેલ
  4. ૧ મોટી સાઇઝ ની ડુંગળી
  5. ૧ કપ દાડમ
  6. કોથમીર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ પેકેટ મસાલા શીંગ
  9. ૧ કપ લસણ ની ચટણી
  10. ૧ કપ આમલી ખજૂર ની ચટણી
  11. ૧ કપ સેવ
  12. દાબેલી નાં પાઉં
  13. ચપટી હિંગ
  14. લાલ મરચું સ્વાદાનુસાર
  15. ૧/૨ ચમચી હળદર
  16. ૧ ચમચી ધાણજીરૂ

સૂચનાઓ

  1. બટાકા ને બાફી ને છૂંદો કરી દેવો.
  2. એક પેન મા તેલ મૂકી તેમાં હિંગ નાખી ડુંગળી નાખી દાબેલી મસાલો નાખી શેકવું. તેમાં બાફેલા બટાકા નાખી મિક્સ કરવું. સ્વાદ મુજબ મીઠું અને તમામ મસાલા નાખી હલાવી દેવું. થોડું ઠંડું થાય એટલે તેમાં દાડમ અને કોથમીર નાખી રાખી દેવું.
  3. દાબેલી નાં પાઉં ને વચ્ચે થી કાપી દેવા. તેમા આમલી ખજૂર ની ચટણી લગાવી લસણ ની ચટણી લગાવી દાબેલી નો માવો ભરી મસાલા શીંગ અને સેવ મૂકી ને તેલ કે બટર મૂકી ને શેકી લેવી. શેક્યા વગર પણ ઉપયોગ માં લઇ શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર